નવી દિલ્હી: ભારતી એરટેલે સોમવારે તેના 'પ્લેટિનમ' મોબાઇલ ગ્રાહકો માટે 'પ્રાયોરિટી 4 G-નેટવર્ક' શરૂ કરવાની જાહેરાત કરી છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એરટેલે અદ્યતન તકનીકીઓ સ્થાપિત કરી છે, જે નેટવર્ક પર તેના પ્લેટિનમ મોબાઇલ ગ્રાહકોને પ્રાયોરિટી આપે છે. પરિણામે, આ બધા ગ્રાહકો ઝડપથી 4 G સ્પીડનો અનુભવ કરશે.
એરટેલ થેંક્સગિવીંગ પ્રોગ્રામના ભાગ રૂપે (થેન્ક્સ પ્રોગ્રામ) 499 રુપિયા અને તેનાથી ઉપરના પ્લાન પરના તમામ પોસ્ટપેડ મોબાઇલ ગ્રાહકોને પ્લેટિનમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને એરટેલ થેંક્સ એપ પર કસ્ટમાઇઝ્ડ પ્લેટિનમ UI સહિતના અનન્ય લાભોનો આનંદ લઈ શકે છે.
આ સિવાય, એરટેલ પ્લેટિનમના ગ્રાહકો કોલ સેન્ટરો અને રિટેલ સ્ટોર્સ પર પ્રેફરન્શિયલ સર્વિસ સાથે રેડ કાર્પેટ ગ્રાહક સેવા મેળવે છે. એટલે કે, કોલ સેન્ટર અથવા રિટેલ સ્ટોર પર તેમની વિશેષ કાળજી લેવામાં આવે છે.
'પ્રાયોરિટી 4 G-નેટવર્ક'નો અનુભવ માણવા માટે હાલના એરટેલ અને નોન-એરટેલ ગ્રાહકો ' 499 થી શરૂ થતા એરટેલ પોસ્ટપેડ યોજનામાં અપગ્રેડ કરી શકે છે.