ગુજરાત

gujarat

ETV Bharat / business

એરલાઇન્સ હવે તમારા ઘર સુધી પહોંચાડશે સામાન, જાણો કેવી રીતે... - એરએશિયા ઈન્ડિયા

એરએશિયા ઈન્ડિયાએ પોતાના પ્રવાસી માટે ડોર-ટૂ-ડોર સામાન પહોંચાડવાની સેવા શરૂ કરી છે. જેના હેઠળ સામાનને પ્રસ્થાન શહેરમાં પ્રવાસીના એડ્રેસ પરથી ઉઠાવીને પ્રવાસી જે શહેરમાં પ્રવાસ કરવા માંગતા હોય, તે શહેરના એડ્રેસ સુધી પહોંચાડવામાં આવશે.

ETV BHARAT
એરલાઇન્સ હવે તમારા ઘર સુધી પહોંચાડશે સમાન, જાણો કેવી રીતે...

By

Published : Jun 18, 2020, 3:45 PM IST

નવી દિલ્હીઃ એરએશિયા ઈન્ડિયાએ પોતાના પ્રવાસી માટે ડોર-ટૂ-ડોર સામાન પહોંચાડવાની સેવા શરૂ કરી છે. જે હેઠળ સામાનને પ્રસ્થાન શહેરમાં પ્રવાસીના એડ્રેસ પરથી ઉઠાવીને પ્રવાસી જે શહેરમાં પ્રવાસ કરવા માંગતા હોય, તે શહેરના એડ્રેસ સુધી પહોંચાડવામાં આવશે.

એરલાઈન્સે એરએશિયા ફ્લાયપોર્ટર નામની એક જાહેરાતમાં કહ્યું કે, આ સેવા એરપોર્ટથી અથવા તેનાથી દૂર વન-વે ડિલીવરી માટે 500 રૂપિયાની કિંમતે શરૂ છે. આનો મતલબ છે કે, જો પ્રવાસી એન્ડ-ટૂ-એન્ડ સેવા ઈચ્છે તો, તેમને 1000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. અત્યારે આ સુવિધા બેંગલોર, નવી દિલ્હી અને હૈદરાબાદમાં ઉપલબ્ધ છે. મુંબઈમાં ટૂંક સમયમાં આ સેવાને લોન્ચ કરવામાં આવશે.

એરલાઈન્સે કહ્યું કે, ટચલેસ અને કોન્ટૈક્ટલેસ ચેક-ઈન અને બોર્ડિંગથી એ સુનિશ્ચિત કરવામાં આવશે કે, હવાઈ પ્રવાસ દરમિયાન પ્રવાસી ખૂદને સુરક્ષિત અનુભવી શકે.

ABOUT THE AUTHOR

...view details