ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોનાથી સંક્રમિત તેમજ મૃત્યુ પામનારા કર્મચારીઓના પરિવારોને વળતર આપશે એર ઇન્ડિયા - કોરોનાથી સંક્રમિતને સહાય

20 જુલાઈએ જાહેર કરવામાં આવેલા આંતરિક પરિપત્રમાં જણાવ્યું છે કે, "કંપનીના ઘણા કર્મચારીઓ કોવિડથી સંક્રમિત છે અને કેટલાક આ રોગચાળાને કારણે મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારના હિતોને ધ્યાનમાં રાખીને, કર્મચારીઓના પરિવારને અથવા કાનૂની અનુગામીને વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે."

એર ઇન્ડિયા
એર ઇન્ડિયા

By

Published : Jul 23, 2020, 4:48 PM IST

નવી દિલ્હી: એર ઈન્ડિયાએ એક સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેના કેટલાક કર્મચારીઓના કોવિડ -19 થી મૃત્યુ થયા છે, તેમના પરિવારોને વળતર મળશે.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ એ વાતનો જવાબ ની આપ્યો કે કેટલા લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે અને કેટલા લોકો આ વાઇરસથી મોતને ભેટ્યા છે.

20 જુલાઈએ જાહેર કરવામાં આવેલા આંતરિક પરિપત્રમાં જણાવ્યું છે કે, "કંપનીના ઘણા કર્મચારીઓ કોવિડથી સંક્રમિત છે અને કેટલાક આ રોગચાળાને કારણે મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારના હિતોને ધ્યાનમાં રાખીને, કર્મચારીઓના પરિવારને અથવા કાનૂની અનુગામીને વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. "

પરિપત્રમાં જણાવાયું છે કે કોવિડ -19 ને કારણે પોતાનો જીવ ગુમાવનારા કાયમી કર્મચારીઓના પરિવારો અથવા કાયદાકીય વારસાને 10 લાખ રૂપિયા, કરાર કામદારોને પાંચ લાખ રૂપિયા અને એક વર્ષ સતત કામ કરતા અસ્થાઇ કર્મચારીઓના સંબંધીઓને 90 હજાર રૂપિયા આપવામાં આવશે.

પરિપત્ર મુજબ, કોન્ટ્રાક્ટર અથવા સેવા પ્રદાતા દ્વારા કાર્યરત વ્યક્તિના કુટુંબ અથવા કાનૂની વારસદારને બે મહિનાના મૂળ વેતન બરાબર રુપિયા ચૂકવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details