- ફૂડ ઓર્ડર લેનારું પ્લેટફોર્મ ઝોમેટોનો IPO 16 જુલાઈએ થશે બંધ
- IPO અતંર્ગત મૂલ્ય અવકાશ 72થી 76 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે
- ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટો (Zomato)નો 9,375 કરોડ રૂપિયાનો IPO આજે ખૂલશે
ન્યૂઝ ડેસ્કઃ ઝોમેટો કંપનીને જેક માના એન્ટ ગૃપ કંપનીનું સમર્થન છે. ઝોમેટો બારતની યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની લાંબી યાદીમાં IPO લાવનારી પહેલી કંપની છે. આ પહેલી ઓનલાઈન ફૂડ અગ્રિગેટર છે, જે IPO લાવી રહી છે. આના IPOના આધારે ઝોમેટોનું મૂલ્યાંકન 65,365 કરોડ રૂપિયા બેસે છે. આને માર્ચ 2020માં આવેલા SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીઝ (10,341 કરોડ રૂપિયા) પછી બીજો સૌથી મોટો IPO માનવામાં આવે છે. આ ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (Railway Finance Corporation of India)ના જાન્યુઆરીમાં આવેલા IPOથી આગળ નીકળી જશે.
આ પણ વાંચો-Gold Rate : સસ્તું સોનું ખરીદવાની તક, આજથી 16 જુલાઈ સુધી- તો રાહ કોની જૂઓ છો
એન્કર રોકાણકારોએ 4,196 કરોડ રૂપિયા એકત્રિત કર્યા
મોબાઈલ એપના માધ્યમથી ફૂડ ઓર્ડર લેનારી ઝોમેટોએ મંગળવારે જણાવ્યું હતું કે, તેણે પોતાના પ્રથમ સાર્વજનિક શેર નિર્ગમથી પહેલા એન્કર રોકાણકારોથી 4,196 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. કુલ 9,375 કરોડ રૂપિયાના ઝોમેટોનો IPO આજે ખૂલી રહ્યો છે. શેર બજાર BSEની વેબસાઈટ પર જાહેર કરાયેલા એક સર્ક્યૂલર અનુસાર, કંપનીએ એન્કર રોકાણકારોને કુલ 552,173,505 શેર પ્રતિ એકમ 76 રૂપિયાની કિંમતથી જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ શેર્સનું કુલ મૂલ્ય 4,196.51 કરોડ રૂપિયા થાય છે.
આ પણ વાંચો-ફ્લિપકાર્ટ (Flipkart) 600 કરોડ રૂપિયાના કર્મચારી શેર વિકલ્પોની ફરી વખત ખરીદી કરશે
સ્થાનિક રોકાણકારો અને વિદેશી રોકાણકારોની લાગી લાંબી લાઈન
આ રોકાણકારોમાં બ્લેકરોક, ટાઈગર ગ્લોબલ, ફિડિલિટી, ન્યૂવર્લ્ડ ફંડ, જેપી મોર્ગન, મોર્ગન સ્ટેનલે એશિયા, પીટીઆઈ-ઓડીઆઈ, ગોલ્ડમેન સાક્સ (સિંગાપોર), ટી રો, કેનેડા પેન્શન ફંડ, સિંગાપોર મોનિટરી ઓથોરિયી અને અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા અનેક વિદેશી રોકાણકારો સામેલ છે. આ ઉપરાંત આમાં સ્થાનિક રોકાણકારોની પણ લાંબી લાઈન છે.