- ઝોમાટોને મળી 8,250 કરોડનો IPO લાવવા સેબીની મંજૂરી
- 7,500 કરોડનો આઈપીઓ લાવશે
- ઓફર ફોર સેલથી 750 કરો પણ શામેલ
અમદાવાદ- ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ (Zomato) ઇનીશિયલ શેર સેલ 8,250 કરોડ ભેગાં કરવા માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળી છે. જેમાં ઇનીશિયલ પબ્લિક ઓફર (IPO) માં 7,500 કરોડ અને પછીના ઇક્વિટી શેરના ઇશ્યુને ઇન્ફો એઈજ (ભારત) લિમિટેડ દ્વારા 750 કરોડ ઓફર ફોર સેલ શામેલ છે. એપ્રિલમાં પ્રારંભિક આઇપીઓ પેપર ફાઇલ સાથે ઝોમેએ પેપર ફાઈલ કર્યાં હતાં.તેને ઓબ્ઝરવેશન 2 જુલાઇએ મળ્યું છે. સેબીનું ઓબ્ઝરવેશન કોઈપણ કંપનીના આઇપીઓ જેવી પબ્લિક ઇશ્યૂ, ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) અને રાઇટ્સ ઇશ્યૂ માટે જરુરી હોય છે. ડ્રાફ્ટ પેપર્સ દ્વારા નવા આઈપીઓથી આવકનો ઉપયોગ ઓર્ગેનિક ઇનઓર્ગેનિક ભંડોળ વિકાસ માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
સ્વિગી સાથે સ્પર્ધામાં આગળ
છેલ્લાં કેટલાક વર્ષોમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જેમાં ઝોમેટો અને સ્વિગી બજારનો મોટો હિસ્સો કેપ્ચર કરવા સ્પર્ધા કરી રહ્યાં છે. ઝોમેટોની 2019-20 આવક બે ગણી વધીને 394 મિલિયન ડોલર થઈ ગઈ છે (લગભગ 2,960 કરોડ રુપિયા)ગત વર્ષે જ્યારે તેની આવક પહેલાં વ્યાજ, ટેક્સ, અવમૂલ્યન અને ઋણમુક્તિમાં (EBITDA) આશરે રૂ .2,200 કરોડનું નુકસાન થયું હતું.
આ પણ વાંચોઃ પરિણીતી ચોપડાએ ઝોમેટોને વિનંતી કરી, સત્ય જાહેરમાં જણાવો