ગુજરાત

gujarat

ETV Bharat / business

Yes Bankના ગ્રાહકો હવે ઉપાડી શકશે 50,000 રૂપિયાથી વધારે, પ્રતિબંધ હટાવવામાં આવ્યો

યસ બેન્કની બધી બેકિંગ સર્વિસ ઉપર લાગેલો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. હવે બેન્કના બધા ગ્રાહકો ખાતામાંથી 50,000 રૂપિયાથી વધારે રકમ ઉપાડી શકશે. આ ઉપરાંત અન્ય બેન્કિંગ સેવાઓનો પણ ભરપૂર ઉપયોગ કરી શકશે.

Yes Bank
Yes Bank

By

Published : Mar 18, 2020, 9:41 PM IST

મુંબઇ : સંકટમાં ફસાયેલી Yes Bankનું કામકાજ આજે સાંજે 6 કલાકથી રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. ગ્રાહકો માટે તમામ સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. યસ બેંકે ટ્વિટર પર લખ્યું કે, “અમારી બેંક સેવાઓ ફરીથી કાર્યરત થઈ ગઈ છે. તમે અમારી સેવાનો લાભ લઈ શકો છો. સહયોગ અને ધીરજ માટે ધન્યવાદ.”

રિઝર્વ બેંકે 5 માર્ચથી યસ બેંક પર આર્થિક નિયંત્રણો મૂકી દીધા હતા. જે બાદ ગત સપ્તાહે પુનર્ગઠન યોજના જાહેર કરવામાં આવી હતી. તેની સાથે જ કેન્દ્રીય બેંકે એસબીઆઈના પૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને યસ બેંકનું સુકાન સોંપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 13 દિવસ બાદ યસ બેન્કની બદી સેવાઓ ફરીથી શરુ કરવામાં આવી છે. 5 માર્ચની સાંજે યસ બેન્કના બોર્ડને ભંગ કરવામાં આવ્યું હતું. બેન્કનો આખો કંટ્રોલ આરબીઆઈને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે બેન્ક માટે નવો પ્લાન લાવવાની જાહેરાત કરી હતી.

રિઝર્વ બેંક દ્વારા પ્રસ્તાવિત યોજના અંતર્ગત એસબીઆઈ યસ બેંકનો 49 ટકા હિસ્સો ખરીદશે. યસ બેંક સંકટ મામલે ઈડીએ બેંકના સ્થાપક રાણા કપૂરની 8 માર્ચે મુંબઈથી ધરપકડ કરી હતી. સીબીઆઈ તેની સામે અલગથી એક મામલો નોંધાવી ચુકી છે.

Yes Bankના શેરમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. છેલ્લા ત્રણ કારોબારી દિવસમાં યસ બેંકના શેરમાં 100 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. કોરોના વાયરસના સંકટના કારણે ભારતીય શેરબજાર કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે તેવા જ સમયે યસ બેંકના શેરમાં તેજી આવી છે. બેંકનો શેર ગઈકાલના 58.65ની સરખામણીએ આજે 64.45 પર બંધ થયો હતો. આ દિવસ દરમિયાન તેનો સર્વોચ્ચ ભાવ 87.30 જોવા મળ્યો હતો.

બેંકના શેરમાં તેજી આવવા પાછળનું કારણ રેટિંગ એજન્સી મૂડીઝ છે. મૂડીઝે યસ બેંકના આઉટલુકને પોઝિટિવ કરીને તેની છબી સુધારી છે. આરબીઆઈની પુનર્ગઠન યોજના અંતર્ગત શેરના દેખાવમાં થઈ રહેલા સુધારાને લઈ એજન્સીએ આ પગલું ભર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details