નવી દિલ્હીઃ RBIના સંકજામાં આવેલી યસ બેન્કે મંગળવારે જણાવ્યું હતું કે, ગ્રાહકો પોતાના ક્રેડિટ કાર્ડની ચૂકવણી અન્ય બેન્કના માધ્યમથી કરી શકે છે. નોંધનીય છે કે, RBIએ બેન્કના રોકડ વ્યવહારોને અટકાવી દીધા છે. સાથે બેન્કના તમામ કામકાજને સ્થગિત કરી દીધા છે.
યસ બેંકના ગ્રાહકો અન્ય બેંક ખાતામાંથી ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણીનું પેમેન્ટ કરી શકશે
બેંકના કામકાજ પર રોક લગાવ્યા બાદ પૈસા ઉપાડવા માટે ATM અને બેંકની શાખાઓ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઈન્ટરનેટ બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ જેવા અન્ય પ્લેટફોર્મ દ્વારા પણ ગ્રાહકો પૈસા ઉપાડી શકતા નથી. આ ઉપરાંત વિદેશી વિનિમય સેવાઓ અને ક્રેડિટ કાર્ડ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.
બેન્કના કામકાજને અટકાવ્યા બાદ ATM અને બેન્ક શાખાઓ બહાર પૈસા ઉપાડવા માટેની લાંબી લાઈન જોવા મળી હતી. ઈન્ટરનેટ બેન્કિગ અને ડિઝિટલ ચૂકવણી જેવા અન્ય પ્લેટફોર્મ દ્વારા પણ ગ્રાહકો પૈસા ઉપાડી શકતાં નથી. તેમજ વિદેશી વિનિમય સેવાઓ અને ક્રેડિટ કાર્ડ સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ હતી. જેથી ખાતાધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
યસ બેન્કે ટ્વીટ કર્યુ હતું કે,"IMPS/NIFT સેવાઓ બંધ કરવામાં આવી છે. જેથી ખાતાધારકો અન્ય બેન્કના ખાતામાંથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. તેમજ ATM સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેથી ગ્રાહકો નિર્ધારિત રકમ ઉપાડી શકે છે. "