મુંબઇ: ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) નાણાંકીય 'તાકાતમાં' યુએસ અને યુરોપની મધ્યસ્થ બેન્કોથી પાછળ છે, પરંતુ તે લોકપ્રિયતામાં સૌથી આગળ છે. તે ટ્વિટર પર વિશ્વની સૌથી લોકપ્રિય સેન્ટ્રલ બેન્ક છે.
ખાસ કરીને કોવિડ-19 કટોકટી દરમિયાન માહિતી પ્રસાર માટે ટ્વિટર એ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ જ કારણ છે કે વિશ્વની ઘણી મોટી મધ્યસ્થ બેન્કો ટ્વિટર પર સક્રિય છે. 85 વર્ષીય આરબીઆઈ અને તેના ગવર્નર શશિકાંત દાસના અલગ ટ્વિટર એકાઉન્ટ્સ છે.
ટ્વિટર પર RBI સૌથી લોકપ્રિય સેન્ટ્રલ બેન્ક 'ફોલોઅર્સ'ની સંખ્યા 7.45 લાખ એક અધિકારીએ જણાવ્યું હતું કે, 20 એપ્રિલે આરબીઆઈના ટ્વિટર હેન્ડલમાં 1.31 લાખ નવા 'ફોલોઅર્સ' જોડાયા છે. અધિકારીએ કહ્યું કે હાલના અભિયાનને કારણે આરબીઆઈના 'ફોલોઅર્સ' ની સંખ્યા વધી રહી છે. અધિકારીએ કહ્યું કે, માર્ચ 2019થી આરબીઆઈના 'ફોલોઅર્સ'ની સંખ્યા બમણાથી વધુ થઈ ગઈ છે. તે 3,42,000થી વધીને 7,50,000ની આસપાસ પહોંચી ગઈ છે.
આરબીઆઈનું ટ્વિટર એકાઉન્ટ જાન્યુઆરી 2012માં શરૂ થયું હતું. દક્ષિણ એશિયાના દેશ ઇન્ડોનેશિયાની 'બેન્ક ઇન્ડોનેશિયા' આરબીઆઈ પછી બીજા નંબર પર છે. જેના 'ફોલોઅર્સ'ની સંખ્યા 7.15 લાખ છે. ત્રીજા નંબરે બેન્કો ડી મેક્સિકો છે. તેના 'ફોલોઅર્સ'ની સંખ્યા 7.11 લાખ છે.