- ઓક્ટોબરના પહેલા જ દિવસે વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળ્યા
- સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજારની (Share Market) નબળી શરૂઆત થઈ
- સેન્સેક્સ (Sensex) 413.63 તો નિફ્ટી (Nifty) 135.50 પોઈન્ટ તૂટ્યો
અમદાવાદઃ ઓક્ટોબરના પહેલા જ દિવસે વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે, જેના કારણે આજે (શુક્રવારે) સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત પણ ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 413.63 પોઈન્ટ (0.70 ટકા)ના ઘટાડા સાથે 58,712.73ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 135.50 પોઈન્ટ (0.77 ટકા)ના ઘટાડા સાથે 17,482.65ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જોકે, ગયા શુક્રવારે સેન્સેક્સે (Sensex) 60,000ને પાર જઈને નવો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ આ સપ્તાહમાં સેન્સેક્સમાં (Sensex) કંઈ ખાસ ઉછાળો જોવા નથી મળ્યો.
નિક્કેઈ અને એસજીએક્સ નિફ્ટી (SGX Nifty)માં દબાણ જોવા મળ્યું
વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, એશિયામાં નિક્કેઈ અને એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) પર દબાણ જોવા મળી રહ્યું છે. તો નેશનલ ડેના કારણે આજે ચીન અને હોંગકોંગના બજાર બંધ છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 170.50 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 1.8 ટકાની નબળાઈ સાથે 28,918.50ની આસપાસ જોવા મળી રહ્યું છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 1.17 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. આ સાથે જ તાઈવાનનું બજાર 1.36 ટકાની નબળાઈ સાથે 16,703.89ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો કોસ્પીમાં 1.49 ટકાનો ઘટાડો દેખાઈ રહ્યો છે.