એક પછી એક ટ્વીટ કરીને માલ્યાએ લખ્યું છે કે જેટ એરવેઝની જેમ જ તેમની કંપનીને પણ મદદ કરવી જોઈએ. માલ્યાએ ટ્વીટ કર્યું છે કે, આ જોઈને ખુશી થઈ કે સરકારી બેંકોએ જેટ એરવેઝને રાહત પેકેજ આપ્યું છે, જેથી નોકરીઓ, કનેક્ટિવિટી ધરાવતી સંસ્થાઓને બચાવી શકાય. આવી ઇચ્છા મારી હતી, કે આવું કિંગફિશર માટે કરવું જોઈતું હતું.
"મારા પૈસા લઈ લો, જેટ એરવેઝને દેવામાંથી બચાવી લો": વિજય માલ્યા - liquor company
નવી દિલ્હી: જેટ એરવેઝના ચેરમેન પદેથી નરેશ ગોયલના રાજીનામા પછી ભાગેડું લીકર કિંગ વિજય માલ્યાએ કહ્યું છે કે, "બેંક મારી પાસેથી પૈસા પાછા લઈ જાય અને સંકટમાં ફસાયેલી જેટ એરવેઝને બચાવી લે." માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું હતુ કે, સરકારી બેંકોએ મારી પાસેથી રકમ લઈ લેવી જોઈએ. જેથી કરીને તેઓ જેટ એરવેઝને મદદ કરી શકે. લેણદારોની તરફથી 1500 કરોડ રૂપિયાની મદદ જેટ એરવેઝને આપવા માટે નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા સહિતનાઓએ સોમવારે કંપનીનું પદ છોડી દીધું હતું.
બેંકોને રકમ પાછી આપવાની ઓફર સાથે ફરી એક વાર વાત કહેતા માલ્યાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, "મે કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ પોતાની લિકવીડ એસેટ્સ રજૂ કરી છે, જેથી સરકારી બેંકો અને અન્ય લેણદારોને આ રકમ આપી શકાય. બેંક મારા પૈસા કેમ નથી લઈ રહી. અને બીજુ કશું કરતી પણ નથી. "
સરકારી બેંકોના અંદાજે રૂપિયા 9000 કરોડ લોન લઈને ભાગેલા વિજય માલ્યાએ કહ્યું છે કે, "મે કંપની અને કર્મચારીઓને બચાવવા માટે કિંગફિશર એરલાઈન્સમાં 4000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અને તેના પર ધ્યાન આપવામાં આવ્યું નથી. આ જ સરકારી બેંકોએ દેશની સૌથી સારી એરલાઈન્સ કંપનીને ફેઈલ કરવાનું કામ કર્યું છે. એનડીએ સરકારના આ બેવડા માપદંડ છે. "