- વીડા ક્લિનિકલ રિસર્ચે (VEEDA) બાયોનીડ્સ હસ્તગત કરી
- 50.1 ટકા હિસ્સો હસ્તગત કર્યો
- વીડાનું હેડક્વાર્ટર અમદાવાદમાં છે
વીડા ક્લિનિકલ રિસર્ચે બાયોનીડ્સ પ્રીક્લિનિકલમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો - બિઝનેશ સમાચાર
ભારતમાં સંપૂર્ણ સેવા આપતું ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ( CRO ) વીડા ક્લિનિકલ રિસર્ચ લિમિટેડ ( VEEDA )એ બાયોનીડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ( Bioneeds )માં નિયંત્રણ સ્થાપિત કરી શકાય એટલો 50.1 ટકા હિસ્સો એક્વાયર કર્યો છે. અગાઉ કંપનીએ માર્ચમાં નોંધપાત્ર લઘુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો.
અમદાવાદ:31 માર્ચ, 2021 સુધી ભારતમાં આવકની દ્રષ્ટિએ વીડા સૌથી મોટા સંપૂર્ણ સેવા આપતાં ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ પૈકીનું એક વીડાનું હેડક્વાર્ટર અમદાવાદમાં છે. વીડા પ્રાથમિક અને અંતિમ તબક્કાના જૈવ સમકક્ષ અભ્યાસો અને નૈદાનિક પરીક્ષણોની રેન્જ પૂરી પાડે છે, ચાલુ વર્ષે જૂનની શરૂઆતમાં વીડા (VEEDA) ને પ્રાઇવેટ ઇક્વિટી ફંડ સાબ્રે પાર્ટનર્સ પ્રબંધ મોદી (જેબી કેમિકલ્સના), હેવલ્સ ફેમિલી ઓફિસ, નિખિલ વોરા (સિક્સ્થ સેન્સ વેન્ચર્સના સ્થાપક), અર્જુન ભરતિયા (જ્યુબિલન્ટના) જેવા પ્રસિદ્ધ HNI પાસેથી 16 મિલિયનનું ઇક્વિટી રોકાણ મળ્યું હતું.
આર એન્ડ ડી બજેટમાં વૃદ્ધિની તક
આંતરરાષ્ટ્રીય સ્તરની ફાર્માસ્યુટિકલસ કંપનીઓના આરએન્ડડી બજેટમાં વૃદ્ધિ એવી તક છે, જેનો લાભ વીડા અને બાયોનીડ્સ લેશે એવી અપેક્ષા છે. મે, 2021માં તૈયાર થયેલા તથા ફ્રોસ્ટ એન્ડ સુલિવન (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડએ જાહેર કરેલા “ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ( CRO ) માર્કેટ રિપોર્ટ” મુજબ, ભારત ગુણવત્તાયુક્ત વૈજ્ઞાનિક ક્ષમતા દ્વારા સપોર્ટેડ ક્લિનિકલ અને પ્રીક્લિનિકલ રિસર્ચ આઉટસોર્સિંગ, બાયોસિમિલર્સ ઉદ્યોગના વિકાસ માટે આકર્ષક સ્થાન બની રહ્યું છે, જ્યાં જટિલ જેનેરિક્સ માટેની માગ વધી રહી છે અને મોટી સંખ્યામાં પેશન્ટ વોલ્યુન્ટીયર્સ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:પગારમાં ઘટાડાને કારણે સુરતના રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ
જોડાણનો સંપૂર્ણ લાભ મળશેઃ અજય ટંડન
વીડાના મેનેજિંગ ડાયરેક્ટર અજય ટંડને ETV Bharat ને કહ્યું હતું કે, અમારું માનવું છે કે, છેલ્લાં ત્રણ મહિનાઓમાં અમે વીડામાં ક્ષમતાઓનો ઉપયોગ કરવા, અમારા ક્લાયન્ટ્સ માટે સંકલિત સમાધાનો માટે નવીનતા અને જૈવિક જરૂરિયાતો પૂરી પાડવા પ્રગતિ કરી છે. અમે અમારા જોડાણની સંપૂર્ણ સંભાવનાઓનો લાભ લેવા અમારી ક્ષમતાઓ, વ્યવસ્થાઓ, પ્રક્રિયાઓ અને લોકોનું સંકલન કરવા કામ કરીએ છીએ.
આ પણ વાંચો:Share Market Closing: મજબૂતી સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 254 તો નિફ્ટી 70 પોઈન્ટનો થયો ઉછાળો
ક્ષમતાઓ વધારવા રોકાણ કરવાનું જાળવીશુઃ ડૉ. વિનય બાબુ
બાયોનીડ્સના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. વિનય બાબુએ કહ્યું હતું કે, અમારું માનવું છે કે, અમે અમારી પ્રીક્લિનિકલ, બાયોફાર્મા અને ડ્રગ ડેવલપમેન્ટ સેવાઓમાં નોંધપાત્ર ઉપયોગ કર્યો છે. જેમાં અમે ક્ષમતાઓ વધારવા રોકાણ કરવાનું જાળવી રાખ્યું છે. અમે ભવિષ્યની સંભાવનાઓને લઈને ઉત્સાહી છીએ.