આ ટ્રેન નવી દિલ્હીથી માતા વૈષ્ણ દેવી કાટરાથી 8 કલાકમાં મુસાફરી કરશે. જેનાથી મુસાફરી કરનારા લાખો યાત્રાળુઓને સુવિધાની સાથે સમય પણ બચાવશે.
સવારે 9 વાગ્યે નવી દિલ્હીથી રવાના થઇ વંદે ભારત એક્સપ્રેસ
ટેકનિકલ ટ્રાયલ માટે ટ્રેન નવી દિલ્હી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10 પરથી સવારે 6 વાગ્યે રવાના થઈ હતી. અગાઉથી નક્કી કરેલા સમય પ્રમાણે ટ્રેનને શરુ કરવામાં આવી હતી.
ટ્રેન તેના સુનિશ્ચિત સમયના 5 મિનિટ પહેલા અંબાલા અને 2 મિનિટ પહેલા 9:17 વાગ્યે લુધિયાણા પહોંચી હતી. આ ટ્રેન માતા વૈષ્ણ દેવીના કટરા સ્ટેશને 2 વાગ્યે પહોંચી હતી.
કટરાથી નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું ટ્રાયલ બે ભાગમાં થશે. પ્રથમ ભાગમાં ટ્રેન લુધિયાણા અને પછી લુધિયાણાથી દિલ્હી આવશે. આ ટ્રેન કટરાથી બપોરે 3 વાગ્યે નવી દિલ્હી માટે રવાના થઇ હતી અને 7:32 વાગ્યે લુધિયાણા પહોંચી હતી. સોમવારે લુધિયાણા સુધીનો ટ્રાયલ કરાયો હતો જ્યારે બીજો ટ્રાયલ મંગળવારે એટલે કે આજે કરવામાં આવશે, જેમાં ટ્રેન મંગળવારે સવારે 11.25 વાગ્યે ઉપડશે અને 2:26 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચશે.
ટ્રેનમાં 2 એક્ઝીક્યુટીવ ચેર કાર
નવી દિલ્હીથી વૈષ્ણ દેવી સુધી ચાલનારી આ ટ્રેનમાં થોડો ફેરફાર થયો છે. નવી દિલ્હીથી વારાણસી સુધી ચાલતી ટ્રેનની તુલનામાં આ ટ્રનમાં પેન્ટ્રી સ્પેસ વધુ છે. નાના માટા અન્ય ફેરફારો ઉપરાંત, આ ટ્રેનમાં મજબુત ગ્લાસ(કાચ) લગાડવામાં આવ્યા છે. ટ્રેનમાં કુલ 16 કોચ છે, જેમાં બે એક્ઝિક્યુટિવ ચેર કાર અને બાકીના એસી ચેર કાર છે.
શ્રદ્ધાળુઓ કરી શકશે આરામદાયક પ્રવાસ
જો અધિકારીઓનું માનીએ તો, આ ટ્રેન જલ્દીજ મુસાફરો માટે દોડતી થઇ જશે. અને ઓગસ્ટ સુધી કાર્યરત કરવામાં આવશે. વર્તમાન સમયમાં, નવી દિલ્હીથી વૈષ્ણદેવી 8 કલાકમાં કોઈ વાહન પહોંચાડતું નથી.