ગુજરાત

gujarat

ETV Bharat / business

પતંજલિ શરબત પર આવી શકે છે પ્રતિબંધ, જાણો શું છે આ સમગ્ર મામલો - medicinal

ન્યુઝ ડેસ્ક: અમેરિકાના સ્વાસ્થ્ય નિયામક કચેરી યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA)એ જણાવ્યું કે ભારતમાં વેચાણ માટે તૈયાર પતંજલિના શરબત ઉત્પાદનોના લેબલ અને અમેરિકામાં નિકાસ થતા શરબત પર અલગ અલગ પ્રકારની વિગતો રજૂ કરવામાં આવે છે, જેને લઈ પતંજલિ પર એક્શન મોડમાં આવી શકે છે.

hf

By

Published : Jul 22, 2019, 11:35 AM IST

USFDA એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે "નિકાસ અને ઘરેલુ ઉત્પાદનો માટે કંપનીનું ઉત્પાદન અને પેકેજિંગ અલગ છે."

નોંધનીય છે કે યુ.એસ. ફૂડ સિક્યોરિટીના કાયદા ભારતીય કાયદા કરતા વધુ કડક છે.

જો તેવું હોય કે, કંપનીએ યુ.એસ.માં અલગ રીતે ઉત્પાદનો વેંચ્યા હશે, તો USFDA તે ઉત્પાદનની આયાતને રોકવા માટે ચેતવણી પત્ર રજૂ કરી શકે છે, તે ઉત્પાદનોને જપ્ત કરીને અદાલતમાં કેસ પણ દાખલ કરી શકે છે, જેનાથી કંપનીને 5 લાખ અમેરીકન ડૉલર પણ ભરવાની સજા અથવા કંપનીના અધિકારીઓને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે.

USFDAના એક તપાસ અધિકારી મૌરીન એ વેન્ટજેલે ગયા વર્ષે 7 અને 8 મી મેના રોજ પતંજલિ આયુર્વેદ લિમિટેડના હરિદ્વાર પ્લાન્ટના એકમ-ત્રણનું નિરીક્ષણ કર્યું હતું.

વેન્ટજેલે તેના નિરીક્ષણ અહેવાલમાં જણાવ્યું હતું કે, "મને જાણવા મળ્યું છે કે ઘરેલું (ભારત) અને આંતરરાષ્ટ્રીય બજારો (યુએસ) માં પતંજલિના બ્રાન્ડ નામ અને ભારતીય લેબલ પરના ઔષધિયમાં ફેરફાર છે."

ABOUT THE AUTHOR

...view details