ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના વાઇરસથી અમેરિકામાં બેરોજગારી દર મહામંદી પછી સૌથી વધુ - અમેરિકામાં બેરોજગારી દર

બેરોજગારી અંગેના નવા ડેટા મુજબ, કોરોના વાઇરસના કારણે દર છ અમેરિકન કર્મચારીઓમાંથી એકને તેમની નોકરી છોડવાનો વારો આવ્યો છે.

અમેરિકા
અમેરિકા

By

Published : Apr 24, 2020, 4:26 PM IST

ન્યૂયોર્ક: કોરોના વાઇરસ સંકટથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં રહેલા યુ.એસ.માં બેરોજગારીનો દર વધી રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે બેકારીનો દર 1930 ના દાયકામાં મહામંદીના સ્તરે પહોંચી ગયો છે.

બેરોજગારી અંગેના નવા ડેટા મુજબ, કોરોના વાઇરસના કારણે દર છ અમેરિકન કર્મચારીઓમાંથી એકને તેમની નોકરી છોડવાનો વારો આવ્યો છે. આર્થિક કટોકટીના જવાબમાં, સદને આશરે 500 અબજ ડૉલરનું પેકેજ પસાર કર્યું છે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા વ્યવસાયો અને હોસ્પિટલોને મદદ મળી શકે.

સરકારે કહ્યું હતું કે ગયા સપ્તાહે નોકરી માંથી કાઢી મુકાયેલા 44 લાખ અમેરિકનોએ બેકારી લાભ માટે અરજી કરી હતી. કુલ મળીને, પાંચ અઠવાડિયામાં લગભગ 26 કરોડ લોકોએ બેરોજગારોની મદદ માટે અરજી કરી છે.

ABOUT THE AUTHOR

...view details