ગુજરાત

gujarat

ETV Bharat / business

ડિજિટલ ઇન્ડિયા : જૂન મહિનામાં UPI દ્વારા ટ્રાન્ઝેક્શનનો થયો રેકોર્ડ

અર્થવ્યવસ્થાને ખોલ્યા બાદ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે. NPCIના આંકડાઓ મુજબ મે મહિનામા UPI લેવડ દેવડની સંખ્યા 1.23 અરબ હતી, જેની કિંમત 2.18 લાખ કરોડ રૂપિયા હતી. ત્યારબાદ જૂનમાં લેવડ દેવડની સંખ્યા અત્યાર સુધીમાં સૌથી વધુ થઇ છે.

ડીઝીટલ ઇન્ડિયા : જૂન મહીનામાં UPI દ્વારા ટ્રાન્ઝેશનનો થયો રેકોર્ડ
ડીઝીટલ ઇન્ડિયા : જૂન મહીનામાં UPI દ્વારા ટ્રાન્ઝેશનનો થયો રેકોર્ડ

By

Published : Jul 2, 2020, 4:08 PM IST

નવી દિલ્હી : નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના આંકડાઓ અનુસાર એકીકૃત ચૂકવણી ઇંટરફેસ (UPI) પર ચૂકવણી જૂનમાં રેકોર્ડ 1.34 અરબ સુધી પહોંચી હતી. આ સમયે લગભગ 2.62 લાખ કરોડ રૂપિયાની લેવડ દેવડ થઇ હતી.

આંકડાઓ મુજબ મે 2020ના 1.23 અરબ ડોલરની સામે જૂનમાં 8.94 ટકાની વૃદ્ધિ થઇ હતી. આ પહેલા એપ્રિલમાં કોરોના વાઇરસ મહામારીના કારણે લાગૂ લોકડાઉનમાં UPI લેવડ દેવડ ઘટીને 99.95 કરોડ રહી હતી અને આ સમયે કુલ 1.51 લાખ કરોડ રૂપિયાની લેવડ દેવડ થઇ હતી.

અર્થવ્યવસ્થાને ખોલ્યા બાદ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં મે મહીનાથી વધારો થયો છે. NPCIના આંકડાઓ મુજબ મે માં UPI લેવડ દેવડની સંખ્યા 1.23 અરબ હતી, જેની કિંમત 2.18 લાખ કરોડ રૂપિયા હતી. ત્યારબાદ જૂનમાં લેવડ દેવડની સંખ્યા અત્યાર સુધીમાં સૌથી વધુ થઇ છે.

ABOUT THE AUTHOR

...view details