- કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલે દેશના ઉદ્યોગ અગ્રણીઓ અને હિસ્સેદારો સાથે કરી વાતચીત
- દેશના પ્લાસ્ટિક ઉત્પાદન ટર્નઓવરને 3 લાખ કરોડથી વધારી 5 વર્ષમાં 10 લાખ કરોડ કરવું જોઈએઃ ગોયલ
- કેન્દ્રિય પ્રધાને દેશમાં પ્લાસ્ટિક ઉદ્યોગની કામગીરીની પણ સમીક્ષા કરી
નવી દિલ્હીઃ કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે (Union Minister Piyush Goyal on Plastic Production) જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક ઉત્પાદકોએ પ્લાસ્ટિક ઉદ્યોગનું ટર્નઓવર 3 લાખ કરોડથી વધારીને આગામી 5 વર્ષમાં 10 લાખ કરોડ કરવું જોઈએ. પીયૂષ ગોયલે મંગળવારે યોજાયેલી પ્લાસ્ટિક ઉદ્યોગ અગ્રણીઓ અને હિતધારકો સાથેની (Piyush Goyal's conversation with industry leaders) બેઠકમાં નિવેદન આપ્યું હતું. અહીં તેમણે દેશમાં પ્લાસ્ટિક ઉદ્યોગની કામગીરીની સમીક્ષા (Review of the performance of the plastics industry in the country) કરી હતી અને ક્ષેત્રની કામગીરી અને સંભવિતતાને વધુ વેગ આપવા ઉદ્યોગના હિતધારકોના મંતવ્યો અને સૂચનો સાંભળ્યા હતા.
આ પણ વાંચો-Business News: RBIએ નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર અંકુશ લગાવ્યો, વિથડ્રોની મર્યાદા કરી 10,000 રૂપિયા
આયાત પરની નિર્ભરતા ઘટાડવાની વિશાળ સંભાવના
પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ દેશના મુખ્ય ઉદ્યોગોમાંનું એક (Plastic manufacturing industry in India) છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉચ્ચ ટર્નઓવર લક્ષ્ય બેવડી રોજગારીની ખાતરી કરશે અને ભારતમાં પ્લાસ્ટિક મશીનરીના ઉત્પાદનમાં વધારો કરવાની અને પરિણામે આયાત પરની નિર્ભરતા ઘટાડવાની વિશાળ સંભાવના છે.
આ પણ વાંચો-New Arrival in India: જાન્યુઆરીમાં રજૂ કરવામા આવી શકે છે 5G ટેસ્ટ પ્લેટફોર્મ, ટેલિકોમ સચિવનું નિવેદન
વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા વૈશ્વિક કક્ષાની મશીનરીનો ઉપયોગ જરૂરી
તેમણે ઉદ્યોગના અગ્રણીઓને ઉત્પાદિત સામગ્રીની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. સાથે જ કેન્દ્રિય પ્રધાને જણાવ્યું હતું કે, સેકન્ડ હેન્ડ મશીનરી પર નિર્ભરતા એ આગળનો રસ્તો નથી અને સારી ગુણવત્તા કરતા ઓછી મશીનરી માત્ર સબ-સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે. વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તમામ પ્રકારના ઉત્પાદન માટે વિશ્વ કક્ષાની મશીનરીનો ઉપયોગ કરવાની જરૂર છે. આને સુનિશ્ચિત કરવા માટે તેમણે કહ્યું હતું કે, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્લાસ્ટિક સામગ્રીના શ્રેષ્ઠ સંભવિત પરિક્ષણની સુવિધા માટે જ્યાં જરૂર હશે ત્યાં લેબ્સ સ્થાપશે.
હિતધારકો તરફથી વધુને વધુ ટેકો આપવાની જરૂર
કેન્દ્રિય પ્રધાને (Union Minister Piyush Goyal on Plastic Production) વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, MSMEને સ્પર્ધા કરવા અને વૃદ્ધિ કરવા કાચા માલનો ખાતરીપૂર્વકનો પૂરવઠો મળે. MSMEને તમામ હિતધારકો તરફથી મહત્તમ ટેકો આપવાની જરૂર છે. કારણ કે, તેઓ વિશાળ રોજગાર પેદા કરે છે અને લાખો આજીવિકાને ટેકો આપે છે. તેથી તેમણે ઉદ્યોગને એવી ક્ષમતાઓ બનાવવા માટે પ્રતિબદ્ધ થવા કહ્યું કે, જે તેમને ભારતમાં શ્રેષ્ઠ ઉત્પાદન કરવામાં મદદ કરશે. આનાથી ભારતના આત્મનિર્ભર ભારત મિશનને મજબૂત ટેકો મળશે. કેન્દ્રિય પ્રધાને ઉમેર્યું હતું કે, કેન્દ્ર આ ક્ષેત્રની સર્વગ્રાહી અને ટકાઉ વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.
આ બેઠકમાં વિવિધ સંસ્થાઓના વડાઓએ હાજરી આપી હતી
આ બેઠકમાં ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (AIPMA), FICCI, CII, ઓર્ગેનાઈઝેશન ઓફ પ્લાસ્ટિક પ્રોસેસર્સ ઓફ ઈન્ડિયા (OPPI), પ્રોસેસ પ્લાન્ટ એન્ડ મશીનરી એસોસિએશન સહિત પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક સેક્ટરના વિવિધ ઉદ્યોગ અને વેપાર સંસ્થાઓના વડાઓએ હાજરી આપી હતી. ઈન્ડિયા (PPMAI), PLEXCONCIL, મટિરિયલ રિસાયક્લિંગ એસોસિએશન ઑફ ઈન્ડિયા, વગેરે તેમ જ કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.