લંડન /બેઝિંગ: બ્રિટનના 5G નેટવર્કથી ચીનની હ્યુઆવેઇને 2027ના અંત સુધીમાં હટાવી દેવામાં આવશે. બ્રિટનના નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર (એનસીએસસી)ના હ્યુઆવેઇ પર અમેરિકી પ્રતિબંધોની અસરની સમીક્ષા કર્યા પછી બ્રિટન સરકારે મંગળવારે આ જાહેરાત કરી હતી.
આ અગાઉ ચીની કંપનીને બ્રિટન દ્વારા તેના 5G નેટવર્કના વિસ્તારમાં મર્યાદિત રીતે કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન બોરિસ જ્હોનસનની અધ્યક્ષતામાં એનસીએસસીની બેઠકમાં હ્યુઆવેઇ પર મે મહિનાના નવા અમેરિકી પ્રતિબંધોની સમીક્ષા બાદ બ્રિટને પણ ચીનની Huawei કંપની પર પ્રતિબંધ મૂક્યો છે. આ નવા પ્રતિબંધોથી ચીની કંપની અમેરિકન સેમીકન્ડક્ટર ટેકનોલોજીના આધારે ઉત્પાદનો પ્રાપ્ત કરી શકશે નહીં.