ઉબરે લોન્ચ કરી દુનિયાની સૌપ્રથમ સબમરીન સેવા - submarine Ride
ક્વીનસ્લેંડઃ ઉબર અને ક્વીનસ્લેંડ ઓસ્ટ્રેલિયાએ ગ્રેટ બૈરિયર રીફ માટે રાઇડશેયર સબમરીન યાત્રાની શરૂઆત કરી છે. આ દુનીયાની પહેલી સબમરીન છે, જેમાં સામાન્ય માણસ સવારી કરી શકે છે.
દુનિયાની પહેલી સબમરીનમાં રાઇડિંગની સેવા
રાયડશેયર દરમિયાન પ્રવાસીઓને પાણીના નીચે 180 ડિગ્રીના દ્રશ્યો જોવા મળશે. સબમરીનનો આ પ્રવાસ એક કલાકનો છે. આ રાઇડ સોમવારે એટલે કે આજે 27 મેથી ગ્રેટ બૈરિયર રીફમાં શરૂ કરવામાં આવી છે.