- એજ્યુકેશન ટેક્નોલોજી કંપની સાથે કામ કરવા ટ્વિટર છોડ્યું
- શિક્ષણ કાર્યમાં જાતને સમર્પિત કરવા ટ્વિટર છોડ્યું
- તનય પ્રતાપ સાથે ભાગીદારી કરી
નવી દિલ્હી: ટ્વિટર ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા મનીષ મહેશ્વરી (former head of twitter india manish maheshwari)એ એજ્યુકેશન ટેક્નોલોજી (એડ-ટેક) કંપની (education technology company) સાથે કામ કરવા માટે કંપની છોડી દીધી છે. તેમણે બુધવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્વિટર'એ અગાઉ ઓગષ્ટમાં મહેશ્વરીને અમેરિકા ટ્રાન્સફર કર્યા હતા.
3 વર્ષ કામ કર્યા બાદ ટ્વિટર છોડ્યું
તેમણે ટ્વીટ કર્યું કે, 'લગભગ 3 વર્ષ સુધી કામ કર્યા પછી હું શિક્ષણ અને અધ્યાપનના કાર્ય (teaching and learning work)માં મારી જાતને સમર્પિત કરવા ભારે હૃદય સાથે ટ્વિટર છોડી (Manish Maheshwari Resigns) રહ્યો છું. સાથે જ હું એ પ્રભાવને લઇને ઉત્સુક છું જે શિક્ષણના માધ્યમથી વૈશ્વિક સ્તરે બનાવી શકાય છે.' મહેશ્વરીએ કહ્યું કે, 'તેઓ તનય પ્રતાપ સાથે ભાગીદારી કરી રહ્યા છે, જેમણે માઇક્રોસોફ્ટ સાથે સિનિયર સોફ્ટવેર એન્જિનિયર (senior software engineer microsoft) તરીકે કામ કર્યું છે.' તેમણે કહ્યું કે, 'અમે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા ટ્રેનિંગ આપવાનું શરૂ કરીશું. આ પ્લેટફોર્મનું નામ મેટાવર્સિટી (metaversity manish maheshwari) છે.'