ગુજરાત

gujarat

ETV Bharat / business

ગુજરાત બજેટઃ આદિજાતિ વિસ્તાર માટે રૂ. 1349 કરોડની જોગવાઇ - બજેટમાં આદિવાસી વિકાસ માટેની જોગવાઇ

ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી.

નાણા પ્રધાન નીતિન પટેલ
નાણા પ્રધાન નીતિન પટેલ

By

Published : Mar 3, 2021, 8:34 PM IST

  • નાણા પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
  • ગત્ત વર્ષ કરતા આ વર્ષે વધુ રૂપિયાની ફાળવણી
  • અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ

ગાંધીનગરઃ ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ વર્ષે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.

  • ઉકાઇ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડા તાલુકાના અંદાજે ૨૭,૨૦૦ હેક્ટર વિસ્તારને લાભ આપવા માટેની રૂ. 962 કરોડના ખર્ચે સોનગઢ ઉચ્છલ-નીઝર ઉદ્વવહન પાઇપલાઇનનું આયોજન છે. જેના માટે રૂ. 330 કરોડની જોગવાઈ.

  • સુરત જિલ્લામાં રૂ. 590 કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વવહન પાઇપલાઇન યોજના પૂર્ણ કરી માંગરોળ અને માંડવી તાલુકાના આશરે 19,800 હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવામાં આવ્યો છે.

  • પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તેમજ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિસ્તારમાં પાનમ જળાશય અને ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજનાઓ માટે રૂ. 185 કરોડની જોગવાઈ

  • સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના 73 ગામોના 21,750 હેકટર વિસ્તારમાં સિંચાઈ સુવિધાનો લાભ આપવા માટે રૂ.711 કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજનાના કામો પ્રગતિ હેઠળ છે, જેના માટે રૂ. 150 કરોડની જોગવાઇ

  • કડાણા જળાશય આધારિત કડાણા-દાહોદ પાઇપ લાઇનનું વિસ્તૃતિકરણ કરી દાહોદ જિલ્લાના સંજેલી, સીંગવડ, ધાનપુર અને દેવગઢબારીયા તાલુકાઓના સિંચાઇથી વંચિત રહેલા વધુ 4,500 હેક્ટર આદિવાસી વિસ્તારને આવરી લેવા માટે અંદાજીત રૂ.226 કરોડની ઉદ્વવહન સિંચાઈ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રૂ. 110 કરોડની જોગવાઈ

  • કરજણ જળાશય આધારિત દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાનો નાંદોદ તાલુકો, સુરત જિલ્લાનો માંગરોળ અને ભરૂચ જિલ્લાના ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકા વિસ્તારમાં 7,500 હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ આપવા રૂ. 4118 કરોડની પાઇપલાઇન યોજના પૂર્ણ કરવા માટે રૂ. 36 કરોડની જોગવાઈ

ABOUT THE AUTHOR

...view details