સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટ્રેનના ટ્રાયલની મંજુરી પણ આપવામાં આવી છે. નવી ટ્રેનનું ટ્રાયલ 130 કિલોમીટરની ઝડપે કરવામાં આવશે. આ ટ્રેનને મુસાફરી પૂર્ણ કરવા માટે 8 કલાકનો સમય લાગશે.
હવે માતા વૈષ્ણદેવીના દર્શન કરાવશે ભારતની પહેલી સેમી હાઇ સ્પીડ ટ્રેન 'વંદે ભારત એક્સપ્રેસ' - katra
નવી દિલ્હી: યાત્રાળુઓ માટે એક સારા સમાચાર છે. મુસાફરો ટૂંક સમયમાં જ ભારતની પ્રથમ સેમી હાઇ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસથી માતા વૈષ્ણદેવી મંદિર જઇ શકશે. પ્રથમ ટ્રેનની સફળતા પછી, રેલવેએ તેની બીજી વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી કટરા શરૂ કરવાની યોજના કરી છે.
આ ટ્રેન નવી દિલ્હીથી સવારે 6 વાગ્યે શરૂ થશે અને બપોરે બે વાગ્યે માતા વૈષ્ણ દેવી માટે કટરા પહોંચશે. દરેક સ્ટેશન માટે 2 મિનિટનો હોલ્ટ છે, જેમાં અંબાલા, સનેહવાલ, લુધિયાણા અને જમ્મુ તાવિનો સમાવેશ થાય છે.
આ પ્રથમ ટ્રેન હશે, જે નવી દિલ્હીથી કટરા સુધીની મુસાફરી ફક્ત 8 કલાકમાં પૂરી કરશે, કારણ કે તે રસ્તાની સૌથી ઝડપી ટ્રેનને તેના છેલ્લા સ્ટેશન સુધી પહોંચવામાં 11 કલાક અને 40 મિનિટનો સમય લાગે છે. પહેલા આ ટ્રેનની યોજના જમ્મુ તાવી સુધીની હતી, પરંતુ હવે આ માર્ગ કટરા સુધી લંબાવવામાં આવ્યો છે. જો કે, આ ટ્રેનના લોન્ચ માટે તારીખની હજુ કોઇ જાહેરાત થઈ નથી.