ગુજરાત

gujarat

ETV Bharat / business

ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝે 4 ઈનોવેટિવ પ્રોડક્ટ્સ સાથે વેબસાઈટ રી-લોન્ચ કરી - Trade bulls Securities re-launches website with four innovative products

દેશમાં અગ્રણી બ્રોકરેજ હાઉસ ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝે ગ્રાહકોને શેરબજારમાં રોકાણ માટે નિર્ણયો લેવામાં આસાની રહે તેમજ રોકાણકારો તેમના પોર્ટફોલિયોનું સરળ મેનેજમેન્ટ કરી શકે તે માટે ચાર નવી અજોડ અને ઈનોવેટિવ પ્રોડક્ટ્સનો ઉમેરો કરીને પોતાની વેબસાઈટ (www.tradebulls.in Tradebulls 2.0)નું રીલોન્ચિંગ કર્યું છે. કંપનીની નવી વેબસાઈટ ચાર નવી પ્રોડક્ટ્સ ઉપરાંત નવીન ડિઝાઈન સાથે વધુ સારો નેવિગેશન અને ફંક્શન્સનો અનુભવ પૂરો પાડી રહી છે.

Trade bulls Securities re-launches website with four innovative products
ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝે ચાર ઈનોવેટિવ પ્રોડક્ટ્સ સાથે વેબસાઈટ રી-લોન્ચ કરી

By

Published : May 5, 2020, 9:56 PM IST

મુંબઈઃ દેશમાં અગ્રણી બ્રોકરેજ હાઉસ ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝે ગ્રાહકોને શેરબજારમાં રોકાણ માટે નિર્ણયો લેવામાં આસાની રહે તેમજ રોકાણકારો તેમના પોર્ટફોલિયોનું સરળ મેનેજમેન્ટ કરી શકે તે માટે ચાર નવી અજોડ અને ઈનોવેટિવ પ્રોડક્ટ્સનો ઉમેરો કરીને પોતાની વેબસાઈટ (www.tradebulls.in Tradebulls 2.0)નું રીલોન્ચિંગ કર્યું છે. કંપનીની નવી વેબસાઈટ ચાર નવી પ્રોડક્ટ્સ ઉપરાંત નવીન ડિઝાઈન સાથે વધુ સારો નેવિગેશન અને ફંક્શન્સનો અનુભવ પૂરો પાડી રહી છે.

ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝે ચાર ઈનોવેટિવ પ્રોડક્ટ્સ સાથે વેબસાઈટ રી-લોન્ચ કરી
ટ્રેડબુલ્સના સીએમડી દિનેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ભારતીય ગ્રાહકોના નાણાંકીય સ્વપ્નો અને મહત્વાકાંક્ષાઓને અમે સમજીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ. અમારો ઉદ્દેશ શરૂથી જ દરેક ગ્રાહકને તેની વ્યક્તિગત અપેક્ષા મુજબ શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને સેવા પૂરી પાડવાનો રહ્યો છે. આ હેતુથી જ અમે ઉપરોક્ત ચાર પ્રોડક્ટ્સને તૈયાર કરી છે, જે અમારા વેબસાઈટ વિઝિટર્સને ઓફલાઈન તથા ઓનલાઈન, બંને દુનિયાની અજોડ પ્રોડક્ટ્સ પૂરી પાડશે. આ નવી રજૂઆત તેમની પર્સનલાઈઝ્ડ ફાઈનાન્સિયલ જરૂરિયાતોને પૂર્ણ કરશે. નવી ચારેય પ્રોડક્ટ્સમાં ટાર્ગેટ ગ્રાહકને તેના નાણાંકીય ધ્યેય તેની જરૂરિયાત મુજબ નક્કી કરવામાં સહાયરૂપ થશે. તેમજ તેમના ધ્યેય અનુસાર શેર્સ અને મ્યુચ્યુલ ફંડ્સની પસંદગી આસાન બનાવશે. પોર્ટફોલિયો ઓપ્ટીમાઈઝર ગ્રાહકના પોર્ટફોલિયોની હેલ્થનું એનાલિસીસ કરશે અને તેના રિસ્ક પ્રોફાઈલને અનુરૂપ સમયાંતરે તેને સતત ભલામણો કરતું રહેશે.
ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝે ચાર ઈનોવેટિવ પ્રોડક્ટ્સ સાથે વેબસાઈટ રી-લોન્ચ કરી
ઈન્વેસ્ટમેન્ટ બકેટ્સ નામની પ્રોડક્ટ ગ્રાહકને તેના રિસ્ક પ્રોફાઈલ મુજબ પ્રિડિફાઈન્ડ ઈન્વેસ્ટમેન્ટ આઈડિયાઝ પૂરા પાડશે. આ સાથે તમામ શેર્સ અને મ્યુચ્યુલ ફંડ્સનું ઈન-ડેપ્થ એનાલિસીસ પણ પુરું પાડશે. ડીઆઈવાય (ડુ ઈટ યોરસેલ્ફ) સ્કેનર્સ જેવી પ્રોડક્ટ રોકાણકારને તેના રિસ્ક એપેટાઈટને આધારે પોર્ટફોલિયો ડિઝાઈન કરવામાં મદદ કરશે. જેમાં ગ્રાહક શેરના ભાવ, માર્કેટ-કેપ, ડિવિડન્સ યિલ્ડ, પીઈ રેશિયો અને અન્ય 120 ફંડામેન્ટલ-ટેક્નિકલ માપદંડોને આધારે સ્ટોક્સનું ફિલ્ટરીંગ કરી શકશે.ટ્રેડબુલ્સના ડિરેક્ટર આસિફ હિરાણીએ જણાવ્યું હતું કે, તેઓ વૃદ્ધિ માટે વર્તમાન ડિજિટલ યુગમાં ગ્રાહકો સાથે તાલ મિલાવીને ચાલવામાં માને છે અને તેથી જ દરેક ગ્રાહકની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કંપની ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહી છે. અમારા ગ્રાહકો મજબૂત ડિજિટલ પરિપક્વ થવા સાથે ઝડપી વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે અને અમે તેમને ઉત્તમ ડિજિટલ અનુભવ પૂરો પાડી રહ્યાં છીએ.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details