કેટેગરી- ટોપ ન્યૂઝ, ટોપ બિઝનેસ ન્યૂઝ, બિઝનેસ
ICICI બેંકનો ચોખ્ખો નફો 2.45 ટકા વધ્યો - Gujarati News
નવી દિલ્હી- ખાનગી ક્ષેત્રની બેંક ICICI બેંકના 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 2.45 ટકા વધી રૂપિયા 1170 કરોડ આવ્યો છે. નાણાકીય વર્ષ 2017-18માં ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 1,142 કરોડ રૂપિયા હતો.
![ICICI બેંકનો ચોખ્ખો નફો 2.45 ટકા વધ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3208046-thumbnail-3x2-icici.jpg)
ફાઇલ ફોટો
આ દરમિયાન એકલ આધાર પર નફો 1020 કરોડ રૂપિયાથી ઘટીને 969 કરોડ રૂપિયા પર આવી ગયો છે. બેન્કે કહ્યું હતું કે, ચાલુ વર્ષના ચોથા કવાર્ટરમાં કુલ આવક 33,760.07 કરોડથી વધીને 36,784.25 કરોડ રૂપિયા થઈ છે. આ સમયગાળા દરમિયાન બેન્કની સંપત્તિમાં વધારો થયો છે. એક કુલ NPA 8.84 ટકાથી ઘટી 6.70 ટકા થઈ છે અને ચોખ્ખી NPAએ 4.77 ટકાથી ઘટી 2.06 ટકા પર આવી ગઈ છે.