નવી દિલ્હી: વરસાદની ઋતુની શરૂઆત સાથે જ ટમેટા ફરી લાલ થઈ ગયા છે. શુક્રવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં ટામેટા 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા હતા. વરસાદની સિઝનમાં પાક નિષ્ફળ જવાને કારણે ટામેટાંની આવકમાં ઘટાડો થવાના કારણે ભાવ ઉંચે આવી ગયા છે. જો કે, આવતા સપ્તાહથી નવા પાકના આગમન બાદ ભાવ ઘટવાની ધારણા છે.
છેલ્લા એક મહિનામાં જથ્થાબંધ ભાવોમાં ટામેટાંના ભાવમાં 10 ગણો વધારો થયો છે. એક મહિના પહેલા, દિલ્હીની આઝાદપુર મંડીમાં, જ્યાં ટમેટાંનો ભાવ 1.25રુપિયા થી વધીને 4.75 રૂપિયા થઈ રહ્યો હતો, શુક્રવારે જથ્થાબંધ ભાવો 6 થી 44 રૂપિયા પ્રતિ કિલો હતા.