ગુજરાત

gujarat

ETV Bharat / business

એક દિવસ બાદ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો - પેટ્રોલ- ડીઝલ ભાવમાં વધારો

નવી દિલ્હીઃ પેટ્રોલના ભાવમાં દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પાંચ પૈસે પ્રતિલીટર ઘટાડો થયો છે. તો બીજી તરફ ડીઝલમાં પહેલાની સરખાણીએ છ પૈસે પ્રતિલીટરનો ઘટાડો નોંધાયો છે.

એક દિવસ બાદ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો

By

Published : Oct 10, 2019, 1:03 PM IST

તેલનું માર્કેટીંગ કરતી કંપનીઓએ એક દિવસ બાદ ફરી એકવાર પટ્રોલ ડિઝલના ભાવમાં સામાન્ય ઘટાડો કર્યો છે. જેથી, ગુરુવારના રોજ ગ્રાહકોને ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી છે.

ઇન્ડિયન ઓઈલની વેબસાઈટના જણાવ્યાનુસાર પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલના ભાવ દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પાંચ પૈસે પ્રતિલીટર ઓછા થયા છે, ત્યારે ડીઝલના ભાવમાં પહેલાં કરતા છ પૈસે પ્રતિલીટર ઘટાડો નોંધાયો છે. આ મહિનામાં દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 1.07 રૂપિયે લીટર ઘટી છે, ત્યારે ડીઝલના ભાવમાં 74 પૈસે પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.

ABOUT THE AUTHOR

...view details