આજે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો - Price increase
Petrol Diesel Prices Today: આજે ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ પહેલા સોમવારે ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો અને પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો. આ મહિનાના 15 દિવસોમાં કુલ 8 વાર તેલનાં ભાવમાં વધારો થયો છે.
આજે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો
By
Published : Jul 15, 2021, 10:56 AM IST
પેટ્રોલના ભાવમાં ફરી આજે વધારો
છેલ્લા 15 દિવસમાં 8મી વાર વધારો કરવામાં આવ્યો
અમદાવાદમાં પેટ્રોલ ₹98.36 અને ₹96.81
દિલ્હી: Petrol Diesel Prices Today બે દિવસ પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા બાદ ઈંધણના ભાવમાં આજે (ગુરુવારે) તેલના ભાવમાં વધારો થયો છે. આજે ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલા ડીઝલના ભાવમાં ઘડાડો થયો હતો અને પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો.
આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલની કિમંતમાં 24 પૈસા અને ડિઝલના ભાવમાં 16 પૈસાનો વધારો થયો છે. ચૈન્નેઈમાં પેટ્રોલના ભાવમાં 31 પૈસાનો વધારો થયો છે અને ડીઝલ 15 પૈસા મોંઘુ થયું છે. કોલકત્તામાં પેટ્રોલ 39 પૈસા મોંઘુ થયું છે અને ડીઝલ 21 પૈસા મોંઘુ થયું છે.