- પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) આજે પણ કોઈ વધારો નથી થયો
- ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નથી કર્યો
- ગયા અઠવાડિયે ડીઝલમાં (Diesel) 4 દિવસ 20-20 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સોમવારે (23 ઓગસ્ટે) કોઈ વધારો નથી કરવામાં આવ્યો. આ પહેલા રવિવારે 36 દિવસ બાદ રવિવારે પેટ્રોલની કિંમતમાં 20 પૈસા પ્રતિલિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલમાં પણ 20 પૈસા પ્રતિલિટર જ ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આજે બંનેમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Oil marketing companies)એ કોઈ ફેરફાર નથી કર્યો. ગયા અઠવાડિયે ડીઝલમાં 4 દિવસ 20-20 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો છે. આ પહેલા ડીઝલ 80 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું છે. જ્યારે પેટ્રોલ 17 જુલાઈ પછીથી એક વાર સસ્તુ થયું છે.
આ પણ વાંચો-સપ્તાહના પ્રથમ દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 391 પોઈન્ટ ઉછળ્યો
આજે કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કિંમત શું છે? જુઓ
રાજ્ય | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર) |
ગુજરાત | 98.48 | 95.83 |
દિલ્હી | 101.64 | 89.07 |
મુંબઈ | 107.66 | 96.64 |
કોલકાતા | 101.93 | 92.13 |
ચેન્નઈ | 99.32 | 93.66 |
બેંગલુરૂ | 105.13 | 94.49 |
ભોપાલ | 110.06 | 97.88 |
લખનઉ | 98.70 | 89.45 |
પટના | 104.10 | 94.86 |
ચંદીગઢ | 97.80 | 88.77 |
આ પણ વાંચો-મુથૂટ્ટુ મિનીનો એનસીડી પબ્લિક ઇશ્યૂ ખુલ્લો, વાર્ષિક વળતર 10.41 ટકા