- આજે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price)માં કોઈ વધારો નથી થયો
- સરકારી તેલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price) ઘટાડ્યા હતા
- મંગળવારે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price) 15 પૈસાનો ઘટાડો થયો હતો
ન્યૂઝ ડેસ્કઃ સરકારી તેલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થયો હતો. જોકે, આજે (બુધવારે) પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર છે. એટલે કે આજે બંનેની કિંમતમાં કોઈ ઘટાડો નથી કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં (International market) ક્રુડ ઓઈલની (The price of crude oil) વધતી કિંમતોએ આજે ફ્યૂઅલના રેટ સ્થિર છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં ક્રુડ ઓઈલની કિંમતો ઘટ્યા પછી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ રાહત નથી મળી.
આ પણ વાંચો-મુથૂટ્ટુ મિનીનો એનસીડી પબ્લિક ઇશ્યૂ ખુલ્લો, વાર્ષિક વળતર 10.41 ટકા
કયા રાજ્યમાં શું કિંમત છે? જાણો
રાજ્ય | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર) |
ગુજરાત | 98.44 | 95.67 |
દિલ્હી | 101.49 | 88.92 |
મુંબઈ | 107.52 | 96.48 |
ચેન્નઈ | 99.20 | 93.52 |
કોલકાતા | 101.82 | 91.98 |
નોઈડા | 98.79 | 89.49 |
જયપુર | 108.42 | 98.06 |
ભોપાલ | 109.91 | 97.72 |
19 રાજ્યોમાં પેટ્રોલ 100ને પાર પહોંચ્યું
દેશભરમાં 19 રાજ્યોમાં પેટ્રોલની કિંમતે સદી ફટકારી છે. અત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઓડિશા, કર્ણાટક, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરૂમાં પેટ્રોલની કિંમત 100ની ઉપર છે.