- દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચી
- દેશમાં સતત સાત દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર ચાલી રહી છે
- છેલ્લે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 24 ઓગસ્ટે ફેરફાર થયો હતો
નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચી છે. ત્યારે આજે (મંગળવારે) ફરી એક વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. મે-જૂનમાં ભારી વધારા થયા પછી 17 જુલાઈથી કિંમત સ્થિર થઈ ગઈ હતી. ત્યારબાદ ઓગસ્ટમાં ડીઝલમાં અનેક વખત ઘટાડો થયો છે. જ્યારે પેટ્રોલમાં કોઈ પણ ઘટાડો નથી થયો. 24 ઓગસ્ટે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 15-15 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો-આજે બીજા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,900ને પાર
ગયા અઠવાડિયે તેલમાં વધારો થયો હતો
ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં જોરદાર વધારો થયો હતો. પહેલા સપ્તાહમાં જ બ્રેન્ટ ક્રુડમાં 9 ટકાની તેજી આવી હતી. ગયા અઠવાડિયે પણ તેલમાં વધારો થયો હતો. જોકે, સોમવારે એટલે કે છેલ્લા વેપારી સત્રમાં તેલમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે બ્રેન્ટ ક્રુડ 0.20 ટકાના ઘટાડા સાથે 71.56 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો છે.
આ પણ વાંચો-RBIના ગવર્નરે ડિજિટલ કરન્સીની ટ્રાયલ અંગે કરી આ જાહેરાત