- આજે સતત ત્રીજા દિવસે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સ્થિર છે
- કાચું તેલ પણ સતત ઘટાડા તરફ જતું જોવા મળી રહ્યું છે
- મજબૂત ડોલર ઈન્ડેક્સના કારણે રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે
નવી દિલ્હીઃ મજબૂત ડોલર ઈન્ડેક્સના કારણે રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કાચા તેલનું બજાર પર પ્રભાવિત થયું છે. રૂપિયાએ છેલ્લા સપ્તાહે ડોલરની સરખામણીમાં મજબૂતી દેખાડી હતી, જે અંતર્ગત ઘરેલુ બજારમાં ઈંધણ તેલની કિંમતમાં ઘટાડો થયો હતો, પરંતુ ડોલરે ફરી વાપસી કરી લીધી છે અને કોર્પોરેટર કંપનીઓ અને આયાતકારોની ડોલરની બઢતી માગના કારણે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો-જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGમાં થયો ભાવ વધારો
કાચું તેલ સતત ઘટાડા તરફ જઈ રહ્યું છે
મંગળવારે રૂપિયો 32 પૈસા ગગડીને એક સપ્તાહના નિમ્ન સ્તર 73.42 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જ્યારે કાચું તેલ સતત ઘટાડા તરફ જઈ રહ્યું છે, પરંતુ આની અસર ઈંધણ તેલના ઘરેલુ કિંમતમાં પણ નથી દેખાયું. આજે સત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર છે.
આ પણ વાંચો-આજે ત્રીજા દિવસે Share Marketની ફ્લેટ શરૂઆત, નિફ્ટી 18 પોઈન્ટ તૂટ્યો
છેલ્લે પેટ્રોલ-ડીઝલની કિંમત 15-15 પૈસા ઘટી હતી