- આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol-Diesel Price) કોઈ વધારો નથી થયો
- બુધવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol-Diesel Price) 13થી 15 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો
- આજે સતત બીજા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતાં 3 સપ્ટેમ્બરે (શુક્રવારે) કોઈ ફેરફાર નથી થયો. એટલે કે સતત બીજા દિવસે આમાં કોઈ વધારો નથી થયો. આ પહેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 સપ્ટેમ્બરે (બુધવારે) પેટ્રોલ-ડીઝલમાં 13થી 15 પૈસાના ઘટાડો કર્યો હતો, પરંતુ ત્યારબાદ આ કિંમત સ્થિર છે. દેશમાં ઓગસ્ટ મહિનામાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કેટલોક ઘટાડો થયો હતો, જેનાથી લોકોને રાહત મળી રહી છે.
આ પણ વાંચો-આજે નવા રેકોર્ડ સ્તર પર શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વખત 58,000ને પાર
જુઓ, કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની શું કિંમત છે?
રાજ્ય | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર) |
ગુજરાત | 98.05 | 95.63 |
દિલ્હી | 101.34 | 88.77 |
મુંબઈ | 107.52 | 96.48 |
કોલકાતા | 101.72 | 91.84 |
ચેન્નઈ | 99.08 | 93.38 |
બેંગલુરુ | 104.84 | 94.19 |
ભોપાલ | 109.91 | 97.72 |
લખનઉ | 98.43 | 89.15 |
પટના | 103.89 | 94.65 |
ચંદીગઢ | 97.53 | 86.48 |
આ પણ વાંચો-પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?