- સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી 2 દિવસ તેલની કિંમતમાં ઘટાડો થયો
- 1 અને 5 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 15-15 પૈસાનો ઘટાડો થયો હતો
- આ મહિને તેલ 30 પૈસા પ્રતિલિટર સસ્તુ થયું છે
નવી દિલ્હીઃ આજે (સોમવારે) દેશમાં રિટેલ ફ્યૂલની તાજા કિંમત જાહેર થઈ છે. આજે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. દેશમાં સતત 7 દિવસોથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. જોકે, સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી 2 દિવસ તેલની કિંમતમાં ઘટાડો થયો છે. 1 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલમાં 15-15 પૈસાનો ઘટાડો થયો હતો. જ્યારે 5 સપ્ટેમ્બરે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલની કિંમતમાં આટલો જ ઘટાડો કર્યો હતો, જેના કારણે આ મહિને તેલ 30 પૈસા પ્રતિલિટર સસ્તુ થયું છે.
આ પણ વાંચો-ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર
ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 99 રૂપિયા પ્રતિલિટરે પહોંચી
દેશમાં અત્યારે પણ અનેક મોટા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિલિટર પર વેંચાઈ રહ્યું છે. ચેન્નઈમાં ગયા મહિને તેલની કિંમતોમાં 3 રૂપિયા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો. ત્યારબાદ આ હવે 99 રૂપિયા પ્રતિલિટરની નીચે આવી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલ જ્યાં 107 રૂપિયાને પાર છે. જ્યારે દિલ્હીમાં આ 101 રૂપિયાને પાર વેંચાઈ રહ્યું છે.
આ પણ વાંચો-ઈન્ફોસિસે 164 કરોડ રૂપિયાનું ટેક્સ પોર્ટલ બનાવ્યું, છતાં ટેક્સ ભરવામાં કેમ મુશ્કેલી આવી રહી છે?