ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે સતત 31મા દિવસે પણ Petrol-Dieselની કિંમત સ્થિર, સરકારે સામાન્ય લોકોને આપ્યો ઝટકો - ઓઈલ માર્કેટિંગ કંપનીઓ

દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો લોકોને દઝાડી રહી છે. ત્યારે સામાન્ય લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. કારણ કે, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થવાની સંભાવના નહીવત છે. સોમવારે કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) ફ્યૂઅલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની સંભાવના અંગે કહ્યું હતું કે, સરકાર પેટ્રોલ-ડીઝલ પર આબકારી જકાત ઓછી કરવાની સ્થિતિમાં હોત. જો UPAના સમયમાં ઓઈલ બોન્ડ્સ માટે ભરપાઈ કરવાનો બોજ ન હોત તો.

આજે સતત 31મા દિવસે પણ Petrol-Dieselની કિંમત સ્થિર, સરકારે સામાન્ય લોકોને આપ્યો ઝટકો
આજે સતત 31મા દિવસે પણ Petrol-Dieselની કિંમત સ્થિર, સરકારે સામાન્ય લોકોને આપ્યો ઝટકો

By

Published : Aug 17, 2021, 12:00 PM IST

  • પેટ્રોલ-ડીઝલની કિંમત અંગે સરકારે લોકોને આપ્યો ઝટકો
  • પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટવાની સંભાવના નહીંવત્
  • કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે આપ્યું નિવેદન

નવી દિલ્હીઃ દેશમાં સતત 31 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત (petrol-diesel price)માં કોઈ વધારો નથી થયો. મંગળવારે (17 ઓગસ્ટ) પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Oil marketing companies)એ તેલની કિંમતો સ્થિર રાખી છે. રિટેલ ફ્યૂલની કિંમત (retail fuel price) દેશમાં અત્યારે પોતાના રેકોર્ડ હાઈ પર ચાલી રહી છે. સોમવારે કાચા તેલની વાયદા કિંમતો (Crude oil futures prices)માં ભારે ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં કાચા તેલની કિંમત 95 રૂપિયાના નુકસાન સાથે 4,986 રૂપિયા પ્રતિ બેરલ થઈ છે. તો વૈશ્વિક સ્તર પર ન્યૂ યોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ કાચા તેલની કિંમત 1.86 ટકાના નુકસાન સાથે 67.17 ડોલર પ્રતિ બેરલ રહી ગઈ છે. તો બ્રેન્ટ ક્રુડની કિંમત 1.62 ટકા ઘટીને 69.45 ડોલર પ્રતિ બેરલ થઈ છે.

આ પણ વાંચો-સપ્તાહના બીજા દિવસે આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 129 પોઈન્ટ તૂટ્યો

નાણાં પ્રધાને કિંમતોમાં ઘટાડા અંગે શું કહ્યું? વાંચો

સોમવારે કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ફ્યૂઅલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની સંભાવના અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકાર પેટ્રોલ-ડીઝલની આબકારી જકાત ઓછી કરવાની સ્થિતિમાં હોત. જો તેની પર UPAના સમયમાં ઓઈલ બોન્ડ્સ માટે ભરપાઈ કરવાનો બોજ ન હોત તો. પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમતોને ઘટાડવા માટે તેની પર આબકારી જકાતમાં ઘટાડાથી ઈનકાર કરતા નાણાં પ્રધાને કહ્યું હતું કે, પહેલા ઈંધણ પર આપવામાં આવેલી ભારે સબસિડીની અવેજીમાં કરવામાં આવી રહેલી ભરપાઈએ તેમના હાથ બાંધી રાખ્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યોની સાથે બેસીને પેટ્રોલિયમની ઉંચી કિંમતોના મુદ્દાના સમાધાન માટે રસ્તો તપાસવાની જરૂર છે.

આ પણ વાંચો-દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે SBIએ ગ્રાહકોને આપી ભેટ, લોનના વ્યાજમાં 0.75 ટકા સુધીની આપી છૂટ

કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનીં કિંમત કેટલી છે? જુઓ

રાજ્ય પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
ગુજરાત 98.48 96.65
દિલ્હી 101.84 89.97
મુંબઈ 107.83 97.45
કોલકાતા 102.08 93.02
ચેન્નઈ 102.49 94.39
બેંગલુરૂ 105.25 95.26
ભોપાલ 110.20 98.67
લખનઉ 98.92 90.26
પટના 104.25 95.57
ચંદીગઢ 97.94 89.50


cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ABOUT THE AUTHOR

...view details