- આજે સતત 27મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં (Petrol Diesel Price) કોઈ વધારો નહીં
- ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) આજે પણ દરરોજની કિંમત સ્થિર રાખી છે
- કાચા તેલના (Crude Oil) વાયદાની કિંમત 0.56 ટકા વધીને 71.84 ડોલર પ્રતિ બેરલ થઈ છે
નવી દિલ્હીઃ દેશમાં આજે સતત 27મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. 18 જુલાઈ પછીથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દરરોજની કિંમત સ્થિર રાખી છે. દેશમાં દરરોજ ફોરેક્સ અને કાચા તેલની આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલને જોતા પેટ્રોલ-ડીઝલની ઘરેલુ કિંમતો રિવાઈઝ કરવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેલમાં જોરદાર ઘટાડો અને પછી સુધારો નોંધાયો છે, પરંતુ તેની અસર ઘરેલુ કિંમત પર નથી જોવા મળી.
આ પણ વાંચો-સપ્તાહના છેલ્લા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,400ને પાર
બ્રેન્ડ ક્રુડનો ભાવ 71.56 ડોલર પ્રતિ બેરલ થયો
છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો, ગુરૂવારે ઈન્ટરનેશનલ ઓઈલ સ્ટાન્ડર્ડ બ્રેન્ડ ક્રુડ (International oil standard Brent crude) 0.17 ટકાના વધારા સાથે 71.56 ડોલર પ્રતિ બેરલ થયો છે. જ્યારે કાચા તેલના (Crude Oil) વાયદાની કિંમત 0.56 ટકા વધીને 71.84 ડોલર પ્રતિ બેરલ થઈ છે.
આ પણ વાંચો-TikTok સૌથી વધુ ડાઉનલોડ થયેલું એપ, Facebookને છોડ્યું પાછળ