- દેશમાં આજે સતત 24મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price) સ્થિર
- છેલ્લા કારોબારી સત્રમાં બ્રેન્ટ ક્રુડ (Brent Crude)માં 4 ટકાનો ઘટાડો આવ્યો
- ભારતમાં રેકોર્ડ હાઈ પર ચાલી રહેલા પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં ઘણો ઘટાડો નથી થયો.
નવી દિલ્હીઃ છેલ્લા કારોબારી સત્ર (Last executive session)માં બ્રેન્ટ ક્રુડ (Brent Crude)માં 4 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે, જાગૃત રોકાણકારોના કારણે આંતરરાષ્ટ્રીય તેલ માનક બ્રેન્ટ ક્રુડ (International oil standard Brent crude) 3.95 ટકાના ઘટાડા સાથે 67.91 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું. અત્યાર સુધી ઓગસ્ટમાં કાચુું તેલ 9.90 ટકા ગગડી ચૂક્યું છે. જોકે, તેમ છતાં ભારતમાં રેકોર્ડ હાઈ પર ચાલી રહેલા પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં ઘણો ઘટાડો નથી થયો.
આ પણ વાંચો-Share Market: આજે બીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 149 પોઈન્ટનો ઉછાળો
કિંમતોમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી
આજે મંગળવારે (10 ઓગસ્ટે) સતત 24મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં કોઈ ફેરફાર નથી થયો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલની કિંમતને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. કિંમતોમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી દેખાતી. પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં છેલ્લે 17 જુલાઈએ વધારો થયો હતો. તે સમયે પેટ્રોલ 30 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું.