- આજે સતત 15મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નહીં
- છેલ્લા એક બે મહિનાથી પેટ્રોલ-ડીઝલની કિંમત ફરી સ્થિર થઈ ગઈ છે
- સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં તેલની કિંમતમાં 2 વખત ઘટાડો થયો હતો
નવી દિલ્હીઃ દેશમાં આજે (સોમવારે) પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર થઈ છે. જોકે, જે 15મા દિવસે પણ આ કિંમતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. જ્યારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2 વાર ઘટાડો થયો હતો. એટલે કે 1 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 13થી 15 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો-સપ્તાહના પહેલા જ દિવસે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 347 પોઈન્ટ તૂટ્યો
મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ 100ને પાર
જોકે, હજી પણ દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિલિટરની નજીક કે તેનાથી પાર થઈ ગયું છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં તો હજી પણ પેટ્રોલ 100ને પાર ચાલી રહ્યું છે. જ્યારે ભોપાલ, લખનઉ અને બેંગ્લુરુ જેવા શહેરોમાં પણ પેટ્રોલની કિંમત ઉંચી છે. તો ડીઝલ પણ મોંઘું વેચાઈ રહ્યું છે.