- આજે સતત 11મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નહીં
- તેલ કંપનીઓએ છેલ્લે 5 સપ્ટેમ્બરે કિંમતોમાં ફેરફાર કર્યો હતો
- આ પહેલા પેટ્રોલ-ડીઝલની કિંમત પ્રતિલિટર 15 પૈસા ઘટી હતી
દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘણા સમયથી કોઈ ફેરફાર નથી થયો. તે રીતે આજે (ગુરુવાર) સતત 11મા દિવસે પણ તેલ કંપનીઓએ પણ તેલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. તેલ કંપનીઓએ છેલ્લે 5 સપ્ટેમ્બરે કિંમતોમાં ફેરફાર કર્યો હતો. તે દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત 15 પૈસા પ્રતિલિટર ઘટી હતી, પરંતુ ત્યારબાદ કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો.
આ પણ વાંચો-આજે નવા રેકોર્ડ સ્તર પર શરૂ થયું Share Market, નિફ્ટી 17,550ને પાર
ડીઝલની કિંમત હજી પણ 100ની નીચે છે
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ગુરુવારે નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, પટના, જયપુર જેવા શહેરોમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત હજી પણ 100ની અંદર જ છે.
આ પણ વાંચો-GSTમાં પેટ્રોલ-ડીઝલને કરવામાં આવી શકે છે સામેલ, 17 સપ્ટેમ્બરના કાઉન્સિલની બેઠક