- આજે સતત બીજા દિવસે શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
- સેન્સેક્સ (Sensex) 97.69 તો નિફ્ટીમાં (Nifty) 41.95 પોઈન્ટનો ઉછાળો
- સતત બીજા દિવસે વૈશ્વિક બજાર તરફથી મળી રહ્યા છે સારા સંકેત
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) સતત બીજી વખત ભારતીય શેર બજાર (Indian Share Market)ની મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 97.69 પોઈન્ટ (0.18 ટકા)ના વધારા સાથે 55,653.48ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 41.95 પોઈન્ટ (0.25 ટકા)ની મજબૂતી સાથે 16,538.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-RBIએ ATM, CVV, એક્સપાયરી નંબર અંગે જાહેર કરેલો નવો નિયમ શું છે? જુઓ
આજે આ શેર્સ પર સૌની નજર રહેશે
આજે દિવસભર પીફાઈઝર (Pfizer), હિન્દલ્કો (Hindalco), મારૂતિ (Maruti), આઈશર મોટર્સ (Eicher Motors), જીએમઆર (GMR), અદાણી ઈન્ટ (Adani Ent), ઈન્ડિયન હોટેલ્સ (Indian Hotels), કેનરા બેન્ક (Canara Bank), પાવર ગ્રિડ (Power Grid), એનટીપીસી (NTPC), એનએચપીસી (NHPC), એનએલસી (NLC), જીએઆઈએલ (GAIL), પેટ્રોન (Petrone), એસપીસીએલ (HPCL), આઈઓસી (IOC), આઈઆરબી (IRB), દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon), અશોકા બિલ્ડકોન (Ashoka Buildcon), ભારતી એરટેલ (Bharti Airtel), ગુજરાત ગેસ (Gujarat Gas) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો-મુથૂટ્ટુ મિનીનો એનસીડી પબ્લિક ઇશ્યૂ ખુલ્લો, વાર્ષિક વળતર 10.41 ટકા
એશિયાઈ બજારમાં ફરી એક વાર તેજી
વૈશ્વિક બજારની વાત કરીએ તો, એશિયાઈ બજારમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 91.50 પોઈન્ટ ઉપર વેપાર કરી રહ્યું છે. તો નિક્કેઈમાં 0.98 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ (0.72 ટકા)ની તેજી સાથે વેપાર કરી રહ્યું છે. તો તાઈવાનનું બજાર 0.32 ટકાના વધારા સાથે 16,796.13ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સાથે જ હેંગસેંગ 1.39 ટકા વધીને 25,459.33ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 1.61 તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.73 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો ડાઉ (DOW) 200 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે.