- આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) ફરી એકવાર ઘટાડો થયો
- તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) 15-15 પૈસાનો ઘટાડો કર્યો છે
- 38 દિવસ પછી બીજી વખત પેટ્રોલની કિંમતમાં (Petrol Price) ઘટાડો કરવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price) આસમાને પહોંચી છે. ત્યારે આજે એક રાહતના સમાચાર આવ્યા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 107.52 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલની કિંમત (Diesel Price) 96.48 પ્રતિલિટર છે. તો કોલકાતામાં પેટ્રોલ 101.82 રૂપિયા પર વેંચાઈ રહ્યું છે અને ડીઝલ 91.98 રૂપિયા પ્રતિલિટર છે.
આ પણ વાંચોઃઆજે સતત બીજા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 97 પોઈન્ટ ઉછળ્યો
તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price) ઘટાડી
પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતમાં ઘટાડો થયો છે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 15-15 પૈસાનો ઘટાડો થયો છે. 38 દિવસોમાં બીજી વખત આજે પેટ્રોલની કિંમતમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 101.49 રૂપિયા પ્રતિલિટર છે. જ્યારે ડીઝલની કિંમત 88.92 રૂપિયા પ્રતિલિટર છે. આ ઉપરાંત ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 99.20 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિલિટર છે.
આ પણ વાંચોઃRBIએ ATM, CVV, એક્સપાયરી નંબર અંગે જાહેર કરેલો નવો નિયમ શું છે? જુઓ