રેલવેએ દિલ્હી-પટના, દિલ્હી-કોલકાતા, દિલ્હી-મુંબઈ, મુંબઈ-લખનઉ, ચંદીગઢ-ગોરખપુર, દિલ્હી-છપરા, હાવડા-કટિહાર, હરિદ્વાર-જબલપુર વગેરે જેવા ક્ષેત્રોમાં વિશેષ ટ્રેન દોડાવવાની યોજના બનાવી છે.
તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે રેલવે 200 વિશેષ અને 2500 વધારાની ટ્રેનો દોડાવશે - Business news
નવી દિલ્હી: તહેવારોની મોસમમાં રેલવે મુસાફરોની સુવિધા અને મુસાફરોની ભીડને ધ્યાને રાખી રેલવે આ વર્ષે દુર્ગા પૂજાથી ક્રિસ્મસ સુધી 200 વિશેષ અને 2500 વધારાની ટ્રેનો દોડાવશે. રેલવેએ એક નિવેદનમાં ક્હ્યું કે, નિયમિત રીતે ટ્રેનમાં ડબ્બાની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેથી વધુને વધુ મુસાફરોને બેઠકો મળી શકે.
to meet diwali rush railways running 200 special trains and 2500 additional services
અનારક્ષિત કોચમાં મુસાફરોની પ્રવેશ માટે ટર્મિનસ સ્ટેશનો પર RPF કર્મચારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે RPFના જવાનોને મુખ્ય સ્ટેશનો પર તૈનાત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વ્યસ્ત રેલવે ક્ષેત્રોમાં સુરક્ષા કર્મચારીઓની તૈનાત કરવાની સાથે એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના વધારાના સ્ટાફને પણ તૈનાત કરવામાં આવ્યો છે.