આ કાર્યક્રમ દ્વારા અમેરિકી યુવાઓને પ્રૌદ્યોગિક સંબધિત ગતિવિધિઓનું પ્રશિક્ષણ અપાય છે. જો કે, અકોસ્ટાએ સંસદીય સમિતિ 1 ઓકટોબર, 2019થી શરૂ થઈ રહેલા નાણાકીય વર્ષ 2020 માટે શ્રમ મંત્રાલયનું વાર્ષિક બજેટ રજૂ કરતી વખતે H1-B માટે અરજી ફીમાં કેટલો વધારો કરવો તેની જાણકારી આપી નથી અને એ પણ નથી જણાવ્યું કે, તે કઈ શ્રેણીઓના અરજીકર્તાઓ પર લાગુ થશે. પરંતુ પૂર્વના અનુભવોને આધારે જોવાય છે કે, જો ભારતીય IT કંપનીઓની દરખાસ્તથી અરજી ફીમાં વધારો થશે તો કંપનીઓ પર બોજો પડશે.
અમેરિકાએ H1-B વિઝા માટે અરજી ફી વધારવાની કરી દરખાસ્ત - VISA
વૉશિંગ્ટનઃ ટ્રમ્પ પ્રશાસને H1-B વિઝા માટે અરજી ફી વધારવાની દરખાસ્ત કરી છે. શ્રમપ્રધાન એલેક્ઝેન્ડર અકોસ્ટે અમેરિકાના સાંસદોને કહ્યું હતું કે, એક એપ્રેન્ટિસ કાર્યક્રમને વધારવાના સંબધમાં આવક વધારવાના હેતુથી આ દરખાસ્ત કરાઈ છે.
![અમેરિકાએ H1-B વિઝા માટે અરજી ફી વધારવાની કરી દરખાસ્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3215011-thumbnail-3x2-visa.jpg)
ફાઇલ ફોટો
ભારતીય IT કંપનીઓ H1-B વિઝા માટે સૌથી વધુ આવેદન આપે છે. H1-B વિઝા દ્વારા અમેરિકી કંપનીઓને વિશિષ્ટ વ્યવસાય જેમાં ટેકનિકલી અથવા સૈદ્ધાંતિક વિશેષજ્ઞતા જોઈએ છે, તેમાં વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે.