ગુજરાત

gujarat

ETV Bharat / business

ઉછાળા સાથે શરૂ થયેલું Share Market ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ પાછો 62,000ની નીચે પહોંચ્યો - ભારતીય શેર બજારના આજના સમાચાર

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજાર (Indian Share Market) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 49.54 પોઈન્ટ (0.08 ટકા)ના ઘટાડા સાથે 61,716.05ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 58.30 (0.32 ટકા)ના ઘટાડા સાથે 18,418.75ના સ્તર પર બંધ થયો છે.

ઉછાળા સાથે શરૂ થયેલું Share Market ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ પાછો 62,000ની નીચે પહોંચ્યો
ઉછાળા સાથે શરૂ થયેલું Share Market ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ પાછો 62,000ની નીચે પહોંચ્યો

By

Published : Oct 19, 2021, 3:53 PM IST

  • સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજાર (Indian Share Market) નબળાઈ સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 49.54 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 58.30 પોઈન્ટ ઘટ્યો
  • સેન્સેક્સ (Sensex) 62,000ને પાર પહોંચીને ફરી 61,000ની સપાટીએ પહોંચ્યો

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજાર (Indian Share Market) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 49.54 પોઈન્ટ (0.08 ટકા)ના ઘટાડા સાથે 61,716.05ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 58.30 (0.32 ટકા)ના ઘટાડા સાથે 18,418.75ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે સવારે ભારતીય શેર બજાર (Indian Share Market)ખૂબ જ ઉછાળા સાથે બંધ થયો છે.

આ પણ વાંચો-ટાટા મોટર્સે સબકૉમ્પેક્ટ SUV બજારમાં ઉતારી, કિંમત 5.49 લાખ રૂપિયાથી શરૂ

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 4.26 ટકા, લાર્સન (Larsen) 3.33 ટકા, ઈન્ફોસિસ (Infosys) 1.75 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 1.61 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 1.61 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 1.38 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સ (Top Losers Shares)ની વાત કરીએ તો, આઈટીસી (ITC) -6.27 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -4.88 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -4.51 ટકા, એચયુએલ (HUL) -3.64 ટકા, ટાઈટન કંપની (Titan Company) -3.58 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-SUV PUNCH launch : 5.49 લાખથી શરૂ થતી કારના જાણો ફિચર્સ

MPSના શેર્સમાં આવી તેજી, જાણો કારણ

MPS લિમિટેડના બોર્ડ તરફથી બોનસ શેર્સ જાહેર કરવાના દરખાસ્ત પર 27 ઓક્ટોબરે યોજાનારી મિટિંગમાં વિચાર કરવા માટે રિપોર્ટ પછી કંપનીના શેર્સમાં આજે (મંગળવારે) 6 ટકાનો ઉછાળો આવ્યો છે. BSE પર કંપનીના શેર્સ શરૂઆતી વેપારમાં ઉછાળા સાથે 734 રૂપિયાની નજીક વેપાર કરી રહ્યો હતો. જોકે, બાદમાં આ તેજી ઘટી ગઈ હતી. જ્યારે બપોરે 2.35 વાગ્યે MPSના શેર્સ 4 ટકા ઉપર એટલે કે 709.60 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. કંપનીએ સ્ટોક એક્સચેન્જની જાણકારીમાં કહ્યું હતું કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 27 ઓક્ટોબરે ફાઈનાન્શિયલ રિઝલ્ટ્સ અને કંપનીના ઈક્વિટી શેર્સના બાયબેકની દરખાસ્ત પર વિચાર કરવા માટે એક બેઠક યોજાશે.

સેન્સેક્સઃ -49.54

ખૂલ્યોઃ 62,156.48

બંધઃ 61,716.05

હાઈઃ 62,245.43

લોઃ 61,594.29

NSE નિફ્ટીઃ - 58.30

ખૂલ્યોઃ 18,602.35

બંધઃ 18,418.75

હાઈઃ 18,604.45

લોઃ 18,377.70

ABOUT THE AUTHOR

...view details