ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 295 પોઈન્ટનો ઉછાળો - નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી

સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સેન્સેક્સ 295.75 પોઈન્ટ (0.58 ટકા)ની મજબૂતી સાથે 51,410.97ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી 36.40 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 15,337.85ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 295 પોઈન્ટનો ઉછાળો
સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 295 પોઈન્ટનો ઉછાળો

By

Published : May 28, 2021, 9:47 AM IST

  • સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારમાં જળવાઈ મજબૂતી
  • સેન્સેક્સમાં 295.75 પોઈન્ટના ઉછાળો જોવા મળ્યો
  • નિફ્ટીમાં 36.40 (0.24 ટકા)નો વધારો જોવા મળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજારમાંથી જોરદાર સંકેત મળતા તેની અસર ભારતીય શેર બજાર પર પણ થઈ છે. તેના કારણે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 295.75 પોઈન્ટ (0.58 ટકા)ની મજબૂતી સાથે 51,410.97ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 36.40 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 15,337.85ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-ટાટા સ્ટિલ કંપની કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના બાળકોના ભણવાનો તમામ ખર્ચ ઉઠાવશે

આ શેર પર સૌની નજર રહેશે

શેર બજારની મજબૂત શરૂઆત થતા રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે દિવસભર મેટલ, SUN PHARMA, BOROSIL, Page Ind, RCF, INFIBEAM, ALKYL AMINES, STRIDES PHARMA, CADILA HEALTH જેવા અનેક શેર્સ પર રોકાણકારોની નજર ટકી રહેશે.

આ પણ વાંચો-ICICI બેંક UPI આઈડી સુવિધાને તેના 'પોકેટ'ને ડિજિટલ વોલેટ સાથે જોડ્યુ

વૈશ્વિક બજારની ઉથલપાથલ જોઈને જૂન સિરીઝમાં નવા શિખર બનવાના સંકેત મળ્યા

વૈશ્વિક બજારમાંથી સારા સંકેત મળતા જૂન સિરીઝના પહેલા દિવસે બજારમાં નવા શિખર બનવાના સંકેત સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ગઈ કાલે અમેરિકાની બજીરમાં રિકવરી જોવા મળી હતી, જેના કારણે DOW 142 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. આજે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 56.00 પોઈન્ટના વધારા સાથે 15,479ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.72 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 562.40 પોઈન્ટના વધારા સાથે 29,111.41ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.74 ટકાના ઘટાડા સાથે 16,588.70ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 1.42 ટકાની મજબૂતી સાથે જોવા મળી રહ્યો છે. આ સાથે જ કોસ્પીમાં 0.74 ટકાની મજબૂતી જોવા મળી છે અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.06 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details