- વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજારની નબળી શરૂઆત
- સેન્સેક્સ (Sensex) 451.46 તો નિફ્ટી (Nifty) 119.20ના સ્તર પર ખૂલ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Share Market) પણ નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 451.46 પોઈન્ટ (0.76 ટકા)ના ઘટાડા સાથે 59,216.14ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સેચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 119.20 પોઈન્ટ (0.67 ટકા) તૂટીને 17,629.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ શેર્સ પર સૌની નજર રહેશે
આજે દિવસભર મેક્સ હેલ્થકેર (Max Healthcare), એનબીસીસી (NBCC), પેટ્રોનેટ એલએનજી (Petronet LNG), ભારતી એરટેલ (Bharti Airtel), ઈન્ડિગો (IndiGo), આઈજીએલ (IGL), લ્યુપિન (Lupin), એચડીએમસી એએમસી (HDFC AMC) જેવા શેર્સ પર સૌની નજર રહેશે.