ગુજરાત

gujarat

ETV Bharat / business

મજબૂતી સાથે શરૂ થયેલું Share Market ફ્લેટ સપાટીએ બંધ થયું, સેન્સેક્સમાં 14 પોઈન્ટનો ઘટાડો

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Share Market) ફ્લેટ બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 14.77 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 55,944.21ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 10.05 પોઈન્ટ (0.06 ટકા)ના વધારા સાથે 16,634.65ના સ્તર પર બંધ થયો છે.

મજબૂતી સાથે શરૂ થયેલું Share Market ફ્લેટ સપાટીએ બંધ થયું, સેન્સેક્સમાં 14 પોઈન્ટનો ઘટાડો
મજબૂતી સાથે શરૂ થયેલું Share Market ફ્લેટ સપાટીએ બંધ થયું, સેન્સેક્સમાં 14 પોઈન્ટનો ઘટાડો

By

Published : Aug 25, 2021, 4:06 PM IST

  • સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજાર (Share Market) ફ્લેટ બંધ થયું
  • સેન્સેક્સમાં (Sensex) 14.77 પોઈન્ટનો ઘટાડો તો નિફ્ટીમાં (Nifty) 10.05 પોઈન્ટનો વધારો
  • આજે દિવસભર ઈન્ટ્રાડેમાં સેન્સેક્સ(Sensex)-નિફ્ટીએ (Nifty) નવો ફ્રેશ રેકોર્ડ હાઈ બનાવ્યો

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Share Market)ફ્લેટ બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 14.77 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 55,944.21ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 10.05 પોઈન્ટ (0.06 ટકા)ના વધારા સાથે 16,634.65ના સ્તર પર બંધ થયો છે. તો આજે દિવસભર ઈન્ટ્રાડેમાં સેન્સેક્સ-નિફ્ટીએ નવો ફ્રેશ રેકોર્ડ હાઈ બનાવ્યો છે, પરંતુ વેપારી કલાકો દરમિયાન બજારમાં નફાવસૂલી હાવી જોવા મળી છે. એટલે છેવટે બજાર ફ્લેટ બંધ થયું છે. આજના વેપારમાં મિડ અને સ્મોલ કેપ શેર્સમાં પણ વધારો જોવા મળ્યો છે. તો BSEનો મિડ કેપ ઈન્ડેક્સ 0.58 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.68 ટકાના વધારા સાથે બંધ થયો છે.

આ પણ વાંચોઃઆજે ફરી એક વાર Petrol Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જુઓ ક્યાં શું ભાવ છે?

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, અદાણી પોર્ટ્સ (Adani Ports) 3.65 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 2.45 ટકા, હિન્દલકો (Hindalco) 2.34 ટકા, ઓએનજીસી (ONGC) 2.16 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) 1.95 ટકા ઉંચકાયા છે. તો સૌથી વધુ ગગડેલા શેર્સની (Top Losers) વાત કરીએ તો, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -3.39 ટકા, ટાઈટન કંપની (Titan Company) -2.51 ટકા, મારૂતિ સુઝૂકી (Maruti Suzuki) -1.35 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -1.23 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) -1.13 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચોઃમુથૂટ્ટુ મિનીનો એનસીડી પબ્લિક ઇશ્યૂ ખુલ્લો, વાર્ષિક વળતર 10.41 ટકા

મારૂતિ સુઝૂકી કંપનીને 200 કરોડ રૂપિયાનો દંડ

તો કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ મારૂતિ સુઝૂકીને કથિત રીતે કંપનીના ડીલર્સ તરફથી આપવામાં આવતા ડિસ્કાઉન્ટને નિયંત્રિત કરવા માટે 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે, મારૂતિ સુઝૂકીએ આ આરોપ ખોટો ગણાવ્યો છે. CCIએ તપાસમાં જાણ્યું હતું કે, કંપની પોતાના ડીલર્સ પર તેમની મંજૂરી વિના પહેલાથી જ નક્કી લેવલથી વધુ ડિસ્કાઉન્ટ આપવા પર રોક લગાવી રહી હતી. CCIએ કહ્યું હતું કે, આ રિસેલ પ્રાઈસ મેઈન્ટેનન્સનો સમાન છે, જેના પર કોમ્પિટિશન એક્ટ અંતર્ગત પ્રતિબંધ છે. CCIએ જણાવ્યું હતું કે, આ મામલામાં ડિસ્કાઉન્ટ પર રોક લગાવવામાં આવી રહી હતી, જેનાથી ગ્રાહકો માટે પ્રાઈસની સાથે જ કંપનીની અંદર અને અન્ય કંપનીઓ સાથે કોમ્પિટિશન પર અસર પડી રહી હતી.

ગ્રાફિક્સ-

સેન્સેક્સઃ -14.77

ખૂલ્યોઃ 56,067.06

બંધઃ 55,944.21

હાઈઃ 56,198.13

લોઃ 55,899.96

NSE નિફ્ટીઃ +10.05

ખૂલ્યોઃ 16,654.00

બંધઃ 16,634.65

હાઈઃ 16,712.45

લોઃ 16,617.50

ABOUT THE AUTHOR

...view details