ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market News: ચોથા દિવસે આવી તેજી, સેન્સેક્સ 454 અને નિફ્ટી 121 પોઈન્ટ ઉછળ્યો - સપ્તાહના ચોથા દિવસે શેર બજારમાં તેજી

સપ્તાહના ચોથા દિવસે (Fourth Day) આજે (ગુરુવારે) ભારતીય શેર બજારમાં તેજી (Share market rebounded) પરત આવી છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 454.10 પોઈન્ટ (0.78 ટકા)ના ઉછાળા સાથે 58,795.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 121.20 પોઈન્ટ (0.70 ટકા)ના ઉછાળા સાથે 17,536.25ના સ્તર પર બંધ થયો છે.

Share Market News: ચોથા દિવસે શેર બજારમાં આવી તેજી, સેન્સેક્સ 454 અને નિફ્ટી 121 પોઈન્ટ ઉછળ્યો
Share Market News: ચોથા દિવસે શેર બજારમાં આવી તેજી, સેન્સેક્સ 454 અને નિફ્ટી 121 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Nov 25, 2021, 4:10 PM IST

  • ચોથા દિવસે શેર માર્કેટમાં તેજી પરત આવી
  • સેન્સેક્સ 454.10 અને નિફ્ટી 121.20 પોઈન્ટ ઉછળ્યો
  • સેન્સેક્સ ફરી એકવાર 59,000ની નજીક પહોંચ્યો

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારમાં તેજી (Share market rebounded) પરત આવી છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો (Bombay Stock Exchange) સેન્સેક્સ (Sensex) 454.10 પોઈન્ટ (0.78 ટકા)ના ઉછાળા સાથે 58,795.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો (National Stock Exchange) નિફ્ટી (Nifty) 121.20 પોઈન્ટ (0.70 ટકા)ના ઉછાળા સાથે 17,536.25ના સ્તર પર બંધ થયો છે. આ સાથે સેન્સેક્સ (Sensex)ફરી એકવાર 59,000ની નજીક પહોંચ્યો છે.

આ પણ વાંચો-એરપોર્ટ ક્ષેત્રમાં 5 વર્ષમાં થશે 90,000 કરોડ રૂપિયાનું રોકાણ, નાગરિક ઉડ્ડયન સચિવે આપી માહિતી

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત (Top Gainers Shares) કરીએ તો, રિલાયન્સ (Reliance) 6.02 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 2.50 ટકા, આઈટીસી (ITC) 1.58 ટકા, ઈન્ફોસિસ (Infosys) 1.56 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 1.38 ટકા ઊંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, આઈઓસી (IOC) -1.53 ટકા, બ્રિટેનિયા (Britannia) 1.38 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -1.26 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.20 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -1.14 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-અમેરિકાની પછાડી ચીન બન્યો સૌથી અમીર દેશ, જાણો કેટલી સંપત્તિ થઈ?

સેન્સેક્સ ફક્ત એક મહિનામાં પોતાના રેકોર્ડ હાઈથી 3,000 પોઈન્ટ તૂટ્યો

વિદેશી ફંડ તરફથી સતત નિકાસના કારણે ભારતીય શેર બજારમાં (Share Market) આ મહિને સારો ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ (BSE Sensex) છેલ્લા એક મહિનામાં 61,500ના પોતાના રેકોર્ડ હાઈ સ્તરથી લગભગ 3,000 પોઈન્ટ ઘટીને 58,500ના પોઈન્ટની આસપાસ વેપાર કરી રહ્યો છે. જોકે, છેલ્લા એક વર્ષમાં ભારતીય શેર માર્કેટમાં (Share Market) કોઈ પણ વૈશ્વિક બજારની સરખામણીમાં વધુ તેજી જોવા મળી હતી અને અત્યારે ઘટાડા છતા તેનું રિટર્ન પોતાના વૈશ્વિક સમકક્ષોથી વધુ છે.

સેન્સેક્સઃ +454.10

ખૂલ્યોઃ 58,363.93

બંધઃ 58,795.09

હાઈઃ 58,901.58

લોઃ 58,143.86

NSE નિફ્ટીઃ+121.20

ખૂલ્યોઃ 17,417.30

બંધઃ 17,536.25

હાઈઃ 17,564.35

લોઃ 17,351.70

ABOUT THE AUTHOR

...view details