ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહના બીજા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળ્યો - શેર બજારના મંગળવારના સમાચાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજાર (Indian Share Market)ની મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 341.15 પોઈન્ટ (0.56 ટકા)ના વધારા સાથે 61,308.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 104.05 પોઈન્ટ (0.57 ટકા)ની તેજી સાથે 18,229.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના બીજા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળ્યો
સપ્તાહના બીજા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 341 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Oct 26, 2021, 9:44 AM IST

  • સપ્તાહના બીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ 341.15 તો નિફ્ટી 104.05 પોઈન્ટ ઉછળ્યો
  • સેન્સેક્સ ફરી 61,000ની નજીક પહોંચ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી (Global Market) મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજાર (Indian Share Market)ની મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 341.15 પોઈન્ટ (0.56 ટકા)ના વધારા સાથે 61,308.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 104.05 પોઈન્ટ (0.57 ટકા)ની તેજી સાથે 18,229.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 61,000ને પાર પહોંચી ગયો છે.

આ પણ વાંચો-RBI ગવર્નર બોલ્યા - અનુકૂળ અર્થવ્યવસ્થા માટે નિષ્પક્ષ અને મજબૂત ઑડિટ વ્યવસ્થા જરૂરી

આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે (26 ઓક્ટોબરે) દિવસભર સીએટ (Ceat), ટેક મહિન્દ્રા (Tech Mahindra), માઈન્ડટ્રી (Mindtree), ગુજરાત અલ્કાઈઝ એન્ડ કેમિકલ્સ (Gujarat Alkalies and Chemicals), ભારતી એરટેલ (Bharti Airtel), ક્વેસ કોર્પ (Quess Corp), ઈન્ડસ ટાવર્સ (Indus Towers), ઓરિએન્ટ સિમેન્ટ (Orient Cement), હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપની ઈન્ડિયા (Home First Finance Company India) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-RBIએ SBIને ફટકાર્યો 1 કરોડ રુપિયાનો દંડ, છેતરપિંડીનો રિપોર્ટ ન આપવો ભારે પડ્યો

એશિયાઈ બજારમાં (Asian market) આજે તેજી

વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં (Asian market) પણ તેજી જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 36 પોઈન્ટની ઉપર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 1.75 ટકાની તેજી સાથે 29,104.37ની આસપાસ જોવા મળી રહ્યું છે. જોકે, સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.27 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.69 ટકાની તેજી સાથે 17,010.22ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સાથે જ હેંગસેંગ 0.13 ટકાની સુસ્તી સાથે 26,096.96ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.62 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.14 ટકાના વધારા સાથે 3,614.99ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details