- વૈશ્વિક બજાર તરફથી આજે મિશ્ર સંકેત મળ્યા
- ભારતીય શેર બજારની સતત ત્રીજા દિવસે મજબૂત શરૂઆત
- સેન્સેક્સમાં 166.86 પોઈન્ટનો વધારો જોવા મળ્યો
- નિફ્ટીમાં 34 પોઈન્ટનો વધારો જોવા મળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળ્યા છતાં ભારતીય શેર બજારની શરૂઆત સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે વધારા સાથે થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 166.86 પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 50,804.39ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 34 પોઈન્ટ (0.22 ટકા)ના વધારા સાથે 15,242.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃચોથા ક્વાર્ટરનો ગ્રોથ વધશે પણ વાર્ષિક વિકાસ દર ઘટી 7.3 ટકા રહી શકેઃ એસબીઆઈ
આ શેર પર સૌની નજર રહેશે
આજે સતત ત્રીજા દિવસે શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હોવાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આજે દિવસભર CIPLA, SPARC, રિટેલ, મલ્ટિપ્લેક્સ, HCL TECH જેવા અનેક શેર્સ પર રોકાણકારોની નજર ટકી રહેશે.
આ પણ વાંચોઃરિમોટ જોબ સર્ચ એપ્રિલમાં વધીને 966 ટકા થઈ ગઈ: અહેવાલ
એશિયાઈ બજાર અને DOW FUTURESમાં ઉછાળો જોવા મળ્યો
વૈશ્વિક બજાર તરફથી આજે ત્રીજા દિવસે મિશ્ર સંકેત મળી રહ્યા છે. જોકે, એશિયાઈ બજાર ઉછાળા સાથે વેપાર કરી રહ્યું છે. જ્યારે DOW FUTURES પણ 80 પોઈન્ટ ઉપર વેપાર કરી રહ્યો છે, પરંતુ SGX NIFTY 53.50 પોઈન્ટના ઘટાડા સાથે 15,196ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.72 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિક્કેઈ 50.49 પોઈન્ટના વધારા સાથે 28,604.47ની આસપાસ વેપાર કરી રહ્યો છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.04 ટકાના ઘટાડા સાથે 16,588.70ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગમાં 0.61 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.16 ટકાની નબળાઈ તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.50 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.