ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહનો બીજો દિવસ Share Market માટે રહ્યો અમંગળ, સેન્સેક્સ 396 પોઈન્ટ ગગડ્યો - Top Losers Shares

આજે શેર બજાર (Share Market) મોટા ઘટાડા સાથે બંધ થતા આજનો (મંગળવાર) દિવસ શેર બજાર માટે અમંગળ સાબિત થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 396.34 પોઈન્ટ (0.65 ટકા)ના ઘટાડા સાથે 60,322.37ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 110.25 (0.61 ટકા)ના ઘટાડા સાથે 17,999.20ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહનો બીજો દિવસ Share Market માટે રહ્યો અમંગળ, સેન્સેક્સ 396 પોઈન્ટ ગગડ્યો
સપ્તાહનો બીજો દિવસ Share Market માટે રહ્યો અમંગળ, સેન્સેક્સ 396 પોઈન્ટ ગગડ્યો

By

Published : Nov 16, 2021, 4:07 PM IST

  • સપ્તાહના બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું શેર બજાર (Share Market)
  • સેન્સેક્સ (Sensex) 396.34 તો નિફ્ટી (Nifty) 110.25 પોઈન્ટ ગગડ્યો
  • આ સાથે જ નિફ્ટી ફરી (Nifty) એક વાર 18,000ની નીચે પહોંચ્યો છે

અમદાવાદઃ સપ્તાહનો આજ (મંગળવાર)નો દિવસ શેર બજાર માટે અમંગળ રહ્યો છે. કારણ કે, આજે મોટા ઘટાડા સાથે શેર બજાર (Share Market) બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 396.34 પોઈન્ટ (0.65 ટકા)ના ઘટાડા સાથે 60,322.37ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 110.25 (0.61 ટકા)ના ઘટાડા સાથે 17,999.20ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ નિફ્ટી ફરી એક વાર 18,000ની નીચે પહોંચ્યો છે.

આ પણ વાંચો-અમેરિકાની પછાડી ચીન બન્યો સૌથી અમીર દેશ, જાણો કેટલી સંપત્તિ થઈ?

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સ (Top Gainers Shares) પર નજર કરીએ તો, મારૂતિ સુઝૂકી (Maruti Suzuki) 7.29 ટકા, એમ એન્ડ એમ (M&M) 3.44 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 2.69 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 2.14 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 1.31 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) - 3.23 ટકા, રિલાયન્સ (Reliance) -2.32, એસબીઆઈ (SBI) -2.26 ટકા, હિન્દલ્કો (Hindalco) -2.26 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -2.25 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-ભારતની નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં 35 ટકાનો ઉછાળો

શેર બજારમાં રોકાણ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય

શેર બજારના નિષ્ણાતોએ રોકાણકારોને શોર્ટ ટર્મમાં પસંદગીના નાના-મોટા શેર્સમાં ખરીદી કરવાની સલાહ આપી છે. આ સાથે જ રોકાણકારોની નજર ફાર્મા (Pharma), એફએમસીજી (FMCG), ઓટો (Auto) અને હોટેલ્સ (Hotels)ના શેર્સ પર રાખવાની સલાહ આપી છે. વર્તમાન પરિસ્થિતિથી જાણી શકાય છે કે, મિડ અને સ્મોલ કેપ સેગમેન્ટના કેટલાક પસંદગીના શેર્સમાં જ ખરીદી થઈ રહી છે.

સેન્સેક્સઃ- 396.34

ખૂલ્યોઃ 60,755.38

બંધઃ 60,322.37

હાઈઃ 60,802.79

લોઃ 60,199.56

NSE નિફ્ટીઃ- 110.25

ખૂલ્યોઃ 18,127.05

બંધઃ 17,999.20

હાઈઃ 18,132.65

લોઃ 17,958.80

ABOUT THE AUTHOR

...view details