- રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષાની અસર ભારતીય શેર બજાર પર પડશે
- કોરોનાની સ્થિતિ અને વૈશ્વિક સંકેતોની અસર પણ શેર બજારમાં જોવા મળશે
- રોકાણકારોની કંપનીઓના ક્વાર્ટર પરિણામની રાહ જોઈ રહ્યા છે
આ પણ વાંચોઃબિગ બઝાર હવે 2 કલાકની અંદર સામાનની હોમ ડિલિવરી કરશે
નવી દિલ્હીઃ આ અઠવાડિયે ભારતીય શેર બજારની દિશા રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા, આર્થિક આંકડાઓ, કોરોનાની સ્થિતિ અને વૈશ્વિક સંકેતોથી નક્કી થશે. આ અંગે વિશ્લેષકોનું કહેવું છે કે, કંપનીઓના ક્વાર્ટર પરિણામનું સત્ર એપ્રિલ મધ્યથી શરૂ થઈ રહ્યું છે. તેવામાં આ પહેલા બજારમાં કેટલાક એકીકરણ જોવા મળે તેવું લાગે છે. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિઅલ સર્વિસીઝના પ્રમુખ ખુદરા શોધ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા હાલમાં જાહેર કરાયેલી રોકાણની યોજના પછી આગળ જઈને બજારની નજર વૈશ્વિક સંકેત પર હશે. આ ઉપરાંત હવે લોકો રોકાણકારોની કંપનીઓના ક્વાર્ટર પરિણામની રાહ જોઈ રહ્યા છે, જેની શરૂઆત એપ્રિલના મધ્યમાં થઈ રહી છે.